________________
વાણારસીમાં.
૧૮૭
ણમાં કહી સંભળાવ્યું. અથથી તે ઈતિપર્યત તેનું વૃત્તાંત સાંભળીને ઉપાધ્યાય બેલ્યા-“વત્સ! માતપિતાને તયા એ રૂડું કાર્ય કર્યું નહિ. જ્ઞાતિજનમાં તેમજ સજન વગેરે સમુદાયમાં એવું કામ કરતાં તેને લજજા ન આવી. માતપિતા એ જગતમાં તીર્થ
સ્વરૂપ છે, જેથી ઉત્તમ જને તો નિરંતર તેમના ચરણનું પૂજન કરે છે. શાસ્ત્રોમાં પણ માતપિતાને પુત્ર ઉપર કેટલે બધો ઉપકાર વખાણ્યો છે. માતપિતા અને ગુરૂની કડવી વાણું પણ ભવિષ્યમાં હિત કરનારી થાય છે. રેગી માણસ ઓષધથી રોગને નાશ થતાં વૈદ્યને વખાણે છે. માબાપ અને ગુરૂ ગમે તેટલી તાડના તજના કરે પણ એથી એ પુત્રને ઉન્માર્ગેથી વારે છે–તેનું હિત કરે છે. ઝવેરી મણિને ઘસે છે ત્યારે જ તેનું તેજ વધે છે. માતાપિતા તે દેષને વડે પણ કાંઈ પુત્રને વડતા નથી. જેમ મંત્રને જાણનાર જેના દિલમાં ભૂત પેઠું હોય તેને મંત્રવડે કરીને પછાડે છે, તેથી કાંઈ તે મનુષ્યને પછાડ નથી પણ ભૂતને પછાડે છે. જગતમાં માણસ ગુણે કરીને મોટાઈ પામે છે, પારકે કે પોતાને એવું કાંઈ તેમાં જેવાતું નથી; કેમકે શરીર ઉપરથી મળ દૂર કરાય છે, અને વનમાં જન્મેલું કુસુમ મસ્તકે ધરાય છે. માતપિતા, ગુરૂ એ સર્વ પિતાપિતાના કુળમાં રહ્યા થકા મહત્તાને પ્રાપ્ત કરાવે છે. જે સાંભળ ! ઠાણુપુર નગસ્માં સુંદર નામે વ્યવહારી હતા. તે વૃદ્ધ માતપિતાને ચરણે નમીને રેજ ભજન કરતે. તેને વિજયમાન બે પુત્ર હતા, બહ વ્યાપાર કરવાથી ઘણું દ્રવ્યને તે સ્વામી થયું હતું. પણ કુદરતને નિયમ છે કે જેમ લાભ વધતું જાય તેમ લાભ પણ વૃદ્ધિ પામે છે. જેમ ઇંધણથી અગ્નિ વધે છે તેમ લાભથી લાભ વધે છે. એવા તૃષ્ણારૂપી દાહને સમાવવા તે જ્ઞાન-વૈરાગ્યની જરૂર છે, પણ ગુરૂ વિના જ્ઞાન મળે નહીં ને અતિ લાભે સુબૂમ ચક્રવતીની માફક અતિ લોભ થાય. તે સુંદર વ્યવહારી પણ ઘણે માલ લઈને જહાજે ચઢ્યો. પિતાના માતાપિતા વિગેરેને સમજાવી અને પુત્ર વિગેરેની સાથે તે વહાણે ચઢ્યો. ઘર હાટ વિગેરે સજજન કુટુંબીજનને ભળાવી પરદેશ ગયે. ભાગ્યને સમુદ્રની મધ્યભાગે આવતાં જ પ્રચંડ પવનના પ્રતાપથી માટે પ્રલય થયે–સમુદ્ર ખળભળી રહ્યો, સર્વે પ્રભુનું