________________
૧૯૦
ધમ્મિલ કુમાર. આપણી કથાનો નાયક અગડદત્ત પિતેજ હતે. મંદ મંદ ડગલાં ભરતી ગજગામિની એવી પદ્મિની સમાન તે સુંદરી પાસે આવી. “કુમાર ! તૃણને કાપવા માટે કુહાડાના ઘાવ ન જોઈએ.” પોતાનાં મૃગનયને નચાવતી તે રમણ બોલી. “જુઓ ! મારા કિંમતી કુસુમ દડે તમે છિન્નભિન્ન કરી નાખ્યું. મારા હૃદયની શાંતિનો તમે ભંગ કરી નાખ્યા.” બાળાએ મૃદુ ઠપકો આપે. - “મહેરબાની કરીને તમારી આંખે ન નચાવો ! કામદેવના માગે ચઢેલા આ મૃતકને વિશેષ ન મારે ! વિધિએ કઈ ફુરસદે આ પ્રતિબિંબ પાડેલું છે કે જેને જોતાં જ મારું દિલ અતિશય મુંઝાયું છે.” કુમારે સવિકાર દ્રષ્ટિથી તે રમણને કહ્યું. કામના તાપથી સંતપ્ત થયેલું હૃદય તરફડતું હતું. શરીર વિહંળતાથી ધ્રૂજતું હતું.
મારી પણ એજ સ્થિતિ છે. જ્યારથી તમને જોયા છે, ત્યારથી જ મારું મન મુંઝાઈ ગયું છે. અંતરના દુખની છુપી વાત કેને કહીએ? કહીએ તે જગતમાં ઉલટાં ફજેત થઈએ-દિવાનાં ગણાઈએ.” સુંદરીએ પોતાના દિલની વાત કુમારને કહી સંભળાવી.
સુંદરી! તું કેણ છે? ક્યાં રહે છે? કેની પુત્રી છે? તે ખુલાસાથી કહે. રમણું! જેવી સ્થિતિ સારી છે તેવી જ મારી છે.” કુમારે સુંદરીની હકીકત જાણવાને ઈચછયું, છતાં હૃદયમાં તે કાંઈ કાંઈ મનેાર થતા હતા. તેણીને પિતાની કરવાની આતુરતા વદન ઉપર સ્પષ્ટ જણાતી હતી. આકૃતિના કુટ ભાવો જ હૃદયના ગુહ્ય ભેદને ઉકેલી બતાવતા હતા.
આજ કાશીનગરમાં બંધુદત્ત નામે ધુરંધર શેઠ વસે છે. જુઓ ! આ નાકની દાંડી સામે દેવવિમાનને હસે તે પેલો સુંદર તેને મહેલ છે. તે શેઠને લક્ષ્મીવતી નામે સ્ત્રી છે. જેને લક્ષ્મી હમેશાં પાયે પડેલી રહે છે. તેમની હું મદનમંજરી નામે કુંવરી-બેટી છું. વિધાતાએ મને સાંદર્યવાન ઘડી છે. વનવયમાં એ સંદર્યને તેણે અધિક ખીલાવ્યું.પિતાની મહેરથી ગુરૂનાગ પામીને સ્ત્રીની ચેસઠકળામાં તે પ્રવીણ થઈ.” એવી રીતે મંજરીએ પોતાની ઓળખ આપી. એ કેમળ હૈયું ધડક્યા કરતું હતું. એકાંત હતી. નવીન વન હતું.