________________
વાણારસીમાં.
૧૮૫ બરાબર છે. પૂર્વે આરાધ્યું હોય તો જ આ ભવમાં ઉદય આવે છે-ઈચ્છા થાય છે.”
“પ્રભુ ! આપના પસાથે સર્વ સારું થશે. સત્સંગતિનું પરિણામ હંમેશાં સારૂં જ આવે છે.”
કુમાર ! વ્રતનું રક્ષણ કરતાં પરદેશમાં–માર્ગમાં એ સાચા મિત્રનું કાર્ય કરે છે તે ધ્યાનમાં રાખજે. જેમ બને તેમ પાપકાર્યથી દૂર રહેજો.”
આપનું વચન માથે ચઢાવું છું.” રાજકુમાર આ પ્રમાણે કહી ગુરૂને નમીને ત્યાંથી આગળ ચાલ્ય.
પ્રકરણ ૩૧ મું.
વાણારસીમાં.” પવિત્ર સુરસરિતા-ગંગાના જળ પૃથ્વીના ઘણા પ્રદેશનું રૂંધન કરતાં જગતની સપાટી ઉપર વહી રહ્યાં છે. નાની નાવડીઓ તેમજ મેટાં વહાણો ગંગાનદીમાં આમતેમ ડેલતાં નજરે પડે છે. એ કાળાં ભ્રમર જેવાં જણાતાં ગંગાના જળ અગાધ ને ઉંડાં હતાં. નાના મોટા અનેક જળચર જંતુઓ તેમાં કલ્લોલ કરતા કવચિત્ કવચિત્ જલ સપાટી પર તરી આવતા હતા. માનવના ઉંડા હદયની માફક એ અધિક ઉંડા જળનું માપણું કરવાનું કાર્ય મહત્વભર્યું હતું. તેના બાંધેલા નકશીદાર ઘાટોથી નદીની શોભા ઘણી જ સુંદર જણાતી હતી. કિનારાપરજ મોટું કાશીનગર–વાણારસી શહેર આવેલું પોતાની શોભામાં અધિક વધારે કરી રહ્યું હતું. શહેરના મોટા મોટા બુરજો, મકાન અને નગરીના દેખાવે કિનારે રહ્યાં પણું રમણીય જણાતા હતા. રામઘાટ, મણિકર્ણિકાને ઘાટ, ભદેલીઘાટ વગેરે બાંધેલા ઘાટે શહેરને શોભાવી રહ્યા હતા. એ સુરસરિતાનું પવિત્ર જળ હજાર હજાર ગાઉથી લેકે