________________
૧૮૬
ધમ્મિલ કુમાર, મંગાવતા હતા. તે એવું પવિત્ર ગણાતું હતું. સારા ભારતવર્ષ ઉપર તેના પવિત્રપણાની છાપ સચોટ હતી. જેવી રીતે ગંગાનું જળ પરદેશમાં પવિત્ર મનાતું હતું, તેવી જ રીતે કાશી શહેર પણ ભારતવર્ષમાં હિંદુઓને માટે પુણ્યનાં ધામસ્વરૂપ ગણાતું હતું. ભારતના મનુષ્યને આધારરૂપ, પંથીજનેને પ્રાણસ્વરૂપ અને તૃષાતુર જનેને અમૃતમય એવી ગંગાનદીના તટ ઉપર અત્યારે પરદેશી જેવો જણાતે એક ક્ષત્રીય-પુરૂષ થાપા હાથપગ ધોતે અને શ્રમને દૂર કરતો નિર્મળ પાણું પીતો નજરે પડે છે. ગંગાના લાંબા પટને જેતે ઘડીકમાં શહેર તરફ જેતે મનમાં કાંઈ ગડમથલ કરતે તે જણાતા હતા. “વાહ! ભારતમાં ગંગાનદી અને કાશીનું માહા
ભ્ય શ્રેષ્ઠ ગણાય છે તે સર્વીશે સત્ય છે. જરાય અતિશયોક્તિ જેવું નથી. વારણા અને અસી એ બે નદીની મધ્યમાં આ નગરી વસી માટે વાણારસી કહેવાઈ. પૂર્વના સંચિત કરીને જ આવાં આવાં દુર્લભ સ્થાને જોવાની–અવલોકન કરવાની માણસને તક મળે છે. ગંગાને અને પવિત્ર કાશીક્ષેત્રને લેકે તીર્થ તરીકે માને છે તે ખીત તીર્થસ્વરૂપજ છે, એમાં કશું પણ ખોટું નથી. પાણી પીને થોડીવાર વિશ્રાંતિ લઈ શાંત અને તે પરદેશી મુસાફરે નગરીમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારનાં કૌતુક જેતે, ફરતો ફરતે તે નગરીનું નિરીક્ષણ કરવા લાગે. અનુક્રમે એક મેટે મઠ તેના જેવામાં આવ્યો. ત્યાં અનેક વિદ્યાથીઓ-છાત્રો વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા. સામે ગાદી ઉપર ઉપાધ્યાય પવનચંડ તેમને પાઠ આપી સમજાવી રહ્યા હતા. આપણો મુસાફર પણ જ્ઞાનનો રસ ચાખવાને ત્યાં ગયો ને ઉપાધ્યાયને નમીને તેમની આગળ બેઠે.
| નવીન પરદેશીને પિતાની સમીપે બેઠે જાણુને પંડિતે સર્વ વિદ્યાર્થીઓને પાઠ આપીને એક પછી એક વિદાય ક્ય. પછી નેહપૂર્વક પૂછ્યું-“ભાઈ ! કેણ દેશથી તમે આવ્યા છે? અને તમારું નામ શું ? શા કારણે અહીં આવવું પડ્યું ? કયા ઉત્તમ વંશમાં તમે ઉત્પન્ન થયા છો? તે સર્વ વાત નિવેદન કરે કે જેથી અમારો આત્મા સંતોષ પામે.”
તેના જવાબમાં કુંવરે-તે પરદેશીએ પિતાનું ચરિત્ર ટુંકા