________________
૧૭૬
ધમ્મિલ કુમાર. ઓના ત્રાસથી પીડાતી હાય, ને રાજા તે માટે કાંઈ પણ બંદોબસ્ત કરે નહિ તે એ રાજા રાજ્ય કરવાને લાયક નથી. રાજાએ ગુસ્કેગારેને પછી તે અધિકારી હોય કે પુત્ર હોય, ગમે તે હાય તેને ગ્ય શિક્ષા કરવી જોઈએ. ચેર, લુંટારા, જાલિમ, જુલ્મગારના ભયે શોધીને નાબુદ કરવા જોઈએ અને પ્રજામાં શાંતિ, આબાદી, ધર્મભાવના, પ્રેમભાવના, જાહોજલાલી જાગૃત કરવી જોઈએ. વ્યાપારી લોકોને ઉત્તેજન આપીને સુધારા વધારા કરી રૈયતની અગવડતા દૂર કરી રૈયત કેમ સુખી થાય તે માટે રાત દિવસનવનવા વિચાર કરવા જોઈએ. એમ વિચારી રાજાએ પ્રજાને કહ્યું–“તમારી અગવડતા હું સત્વર દૂર કરીશ, રૈયતને જેમ સુખ થશે તે પ્રબંધ કરીશ. હવેથી તમે નિશ્ચિતપણે રહેજે.” ભુપને એ પ્રમાણે દિલાસો મેળવીને વ્યવહારીઆઓ રાજાને નમીને પિતાને સ્થાનકે ચાલ્યા ગયા.
હિવે રાજાએ પુત્રને ખાનગીમાં બોલાવીને તેની તર્જના કરવા માંડી. “પુત્ર! સારા સારા વ્યવહારીયાઓ તારે માટે કડવી ફરિયાદ કરે છે. હજી રાજ્યની લગામ મારે હાથ છે, છતાં તું યતને પીડે છે એ નવાઈ જેવું છે. તું જાણે છે કે આ મેટા સામ્રાજ્યનો ભવિષ્યમાં તું પણ ભક્તા થવાનું છે. રાજા નહિ છતાં પણ તું દુરાચાર-અન્યાય કરે છે તે સ્વતંત્ર રાજા થતાં તું કેણ જાણે શું જુમે કરશે? રાજાને તો પ્રજાનું રક્ષણ કરે–પાલન કરે તે પુત્ર જોઈએ. તું તો પ્રજાનું ભક્ષણ કરનાર છે. તેને શિક્ષા આપવી તે પણ અયોગ્ય છે. મારા કુળને તેં કલંકિત કીધું. વીંછી, કંટક, અને વંક કેમે કયો સીધાં થતાં નથી; તેમ તું પુત્ર છતાં મારે દીવા વિના અંધારૂં છે. લેઓ કહે છે કે
“સઠ દીવા જે બળે, બારે રવિ ઉગંત;
અંધારું છે તસ ઘરે, જસ ઘર પુત્ર ન હુંત.” પણ એ જૂઠી કહેવત છે. જેના ઘરે તારા જે વંઠેલ પુત્ર છે, તેનાં માતાપિતા રૂવે છે. અરે ઓ અન્યાયી પુત્ર ! સર્વે વ્યસનના સેવનારા ! છેલ્લો હું તને હુકમ કરું છું કે મારા રાજ્યની હદ પાર થા! મારી નજર આગળથી દૂર થા ! જ્યારે હું તેડાવું તે સમયે