________________
અગડદત્તમુનિનું આત્મવૃત્તાંત.
૧૭૫ દેશ રખડીને દાનધર્મ નહીં કરતાં પણ જેની ખાતર ભેગું કરે છે તેવું એકઠું કરેલું ધન ઘરમાં પુત્ર ભોગવે છે. બચપણમાં માતા તેનાં મળમૂત્ર ધ્રુવે છે, તેને માટે અનેક પ્રકારની આશા બાંધે છે, પણ મેટો થયે ને પર કે માતાને મટીને સ્ત્રીને થઈ જાય છે ને માતાને રડવા વખત આવે છે. વળી પરિજન પણ
જ્યાં લગી પુત્ર નથી હોતો ત્યાંસુધી ધનની આશાએ સેવા કરે છે, ને પુત્ર જન્મ થતાં આશા મૂકી પિતાને ઘેર જાય છે. એવા પુત્ર મોટા થતાં દુરાચારી થઈને નામ બળે છે. માતાપિતાને દુ:ખ કરનારા થાય છે. અરે ! મનુષ્ય કરતાં તે પશુ જાતિ સુખી હોય છે કે જેમને પુત્રની ચિંતા હોતી નથી અને સુખભર વનમાં રમે છે. બાળકવય પૂરી થતાંજ તેઓ ચાકરીમાં જોડાઈ વાહન વિગેરેમાં પોતાનું જીવતર પૂર્ણ કરે છે. આ તો માબાપ વૃદ્ધ થાય કે ક્યારે મરે? એવી પુત્ર ચિંતા કરે કે પોતે છુટો થઈ મનગમતું કરી શકે. માતાપિતાને કેઈપણ ઉપકાર હૈયામાં આવતો જ નથી. એવા પુત્રે સપના સરખા ભયંકર હોય છે. કેટલાક પુત્ર કેણિકરાય સરખા માતાપિતાને દુ:ખદાયી હોય છે, કે જેઓ માબાપનો જીવ લેવામાં પણ આંચકો ખાતા નથી. એવા પુત્રને ઘરમાં રાખવો તે મણિથી ભૂષિત નાગને સંગ્રહવા - જેવું છે.” ઇત્યાદિક વિચાર કરીને રાજાએ પ્રજાને ધિરજ આપી. કેમકે રાજાને ધર્મ પ્રજાને પુત્રની માફક પાલન કરવાનું છે. જે રાજા પ્રજાને પિતા થઈને રૈયત ઉપર ત્રાસ જુલમ વર્તાવે છેઅન્યાય કરે છે તે રાજા દીર્ઘકાળપર્યત રાજ્ય જોગવી શકતો નથી. પ્રજાનો નિશ્વાસ, તેના અંતરને દુ:ખવવું એ રાજ્ય ઉપર કુદરતી ફટકો છે-ગેબી માર છે. કહ્યું છે કે – “લાખો જીગરમાંના નિસાસા કેઈક દિન બુરું કરે,
| માટે દયાની દૃષ્ટિથી પાળે પ્રજાને આદરે; આ રાંકડી રૈયત કદિ સોંપી તમને કુદરતે,
એને પ્રીતિથી પાળવી કે મારવી એને અરે!” પ્રજામાં સંતોષ હોય તે રાજ્ય આબાદીવાળું હોય છે, માટે રાજાએ રામરાજ્ય પ્રમાણે ધર્મરાજ્ય કરવું જોઈએ. જે રાજા પોતે રક્ષણ કરનાર છતાં પ્રજા દુ:ખી હાય, અસંતોષી હાય, અધિકારી