________________
અગડદત્તમુનિનું આત્મવૃત્તાંત.
૧૭૩ “ધર્મપરાયે સર્વે સારૂંજ થશે, આત્મા જે સુખની ચાહના કરતો હોય તો એણે ધર્મમાર્ગમાં જોડાઈ ધર્મારાધન કરવું. તેનાજ પ્રભાવે ગુણવર્મા ભવસાગર તર્યો. કનકવતી ધર્મથી રહિત હતી તે લવારણ્યમાં ડુબી ગઈ. વળી મેં પણ એવાજ કષ્ટમાંથી આત્મસાધન તરફ લક્ષ્ય લગાડયું છે. ”મુનિરાજે કહ્યું.
અહો ! આપનું ચરિત્ર પણ ખચીત સાંભળવા જેવું જ હશે, ત્યારે મારી માફક આપને શું દુઃખ પડયું ? સંસારનું બંધન કેવી રીતે તુટયું ?”ધમ્મિલે પૂછયું.
જે સાંભળ, એમાંથી કંઈક સાર ગ્રહણ કરજે.” એમ કહીને અગડદત્ત મુનિએ પોતાનું આત્મવૃત્તાંત કહેવાનું શરૂ કર્યું.
પ્રકરણ ૨૯ મું.
અગડદત્તમુનિનું આત્મવૃત્તાંત. આ ભૂમિ ઉપર પૃથ્વીને વિષે તિલક સમાન શંખપુરી નામે નગરી હતી. ઉત્સાહશક્તિ, મંત્રશક્તિ અને પ્રભુત્વશક્તિથી એ નગરી ત્રણે લેકમાં પ્રસિદ્ધ હતી. ધર્મ, અર્થ અને કામ એ ત્રણને બાધારહિતપણે સાધતે સુંદર નામે રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તેને ચતરસુજાણ, રૂપમાં રંભાસમાન, સૌભાગ્યવતી, શિયલવતી સુલસા નામે પટ્ટરાણી હતી. તેણીના ઉદરરૂપે સરોવરને વિષે હંસસમાન અગડદત્ત નામે પુત્ર થયે. અનુકમે વયમાં આવતાં તે ગુરૂ પાસેથી સર્વ વિદ્યાકળાને જ્ઞાતા થઈને બહોતેર કળાને જ્ઞાતા થયે, ગુણવાન છતાં તેનામાં પણ એક દોષ પ્રગટ થયો. નગ૨માં તે જ્યાં ત્યાં ચોરી કરવા લાગ્યો. એમ કરતાં સર્વે વ્યસનને તે સેવનારે થયે, ન્યાયધર્મના પવિત્ર માર્ગથી તે દૂર ગયો અને પ્રજામાં તેથી તે ત્રાસ અને ભયરૂપ થયે; કેમકે વિધાતા ગુણવાનમાં પણ દેષારોપણ કરી દે છે. જ્યારે વિધિએ સૃષ્ટિ રચી ત્યારે રત્નને કિંમતી છતાં કલંકિત કર્યું. ચંદ્રમા જગતને આનંદદાયક છતાં મૃગના