________________
પાપનું પ્રાયશ્ચિત્ત.
૧૭૧ ભાવ વગરનાં હતાં, તેમનાથી કંઈપણ લાભ ન થયે. તુટી તેની જગતમાં બુટી જ નથી. આયુષ્યની દેરી પૂર્ણ થતાં તે કોઈનાથી સાંધી શકાતી નથી, કેઈએ સાંધી નથી. સર્વેને હાથ ઘસતાંજ જવું પડે છે. કરેલાં કર્મો સર્વેને ભોગવવાં પડે છે. જેથી નરક પૃથ્વીમાં કનકવતીની જગ્યા નિર્માણ થઈ ગઈ હતી. ઘણું કાળ પર્યત જ્યાંથી નીકળી ન શકાય એવી સ્થિતિમાં એને દુઃખ ભોગવવાને રહેવાનું હતું.. ત્યાં નહતી દાદ કે ફરિયાદ ! એ દુઃખ–એ સંકટો જેનારકી જોગવી શકે છે, તેનાથી થતી વેદનાને તેજ અનુભવી શકે. મનુષ્ય પામર પ્રાણીને એની કલ્પના પણ ક્યાંથી હોઈ શકે? જે એની કલપના થાય તે તે પ્રાણ પાપજ ન કરી શકે, અનાચારજન સેવી શકે ! પરંતુ વનવયથી ઉન્મત્ત થયેલ મનુષ્ય અકાર્ય કરતાં તે વખતે પાછું વાળીને જેતે નથી કે હું શું કર્યું જાઉં છું.
કનકવતીની ઝેરના પ્રયોગથી મતની છેલ્લી ઘડીઓ ગણવા લાગી. એ પ્રિયતમ, એ સમૃદ્ધિ, એ સુખ, એ વાસનાઓ, એ વૈભવ સર્વે હાજર હતું, મોતની છેલી ઘડીએ એ સર્વે તે નિહાળી રહી હતી, પણ કેઇનામાં એને બચાવવાની શક્તિ ન હતી. કમને આ સર્વેને ત્યાગ કરીને તે અત્યારે એવા તો અંધકારવાળા સ્થાનમાં જતી હતી કે જ્યાં અનંત દુઃખ હતું–અંધકાર કારાગાર હતું.
ચેથી નરક પૃથ્વી જ્યાં ઓછામાં ઓછું સાત સાગરોપમને ઉત્કૃષ્ટ દશ સાગરોપમનું આયુષ્ય છે, વચલા ગાળાનું આયુષ્ય તે મધ્યમ આયુષ્ય ગણાય છે. જ્યાં પરમાધામીકૃત વેદના હોતી નથી, પરંતુ અન્ય અન્યકૃત વેદના અને ક્ષેત્રકૃત વેદના એ બે પ્રકારની વેદના હોય છે, એ નરક પૃથ્વીમાં કનકવતીને જીવ કનકવતીનું સ્ત્રી શરીર છેડીને પિતાનાં દુકૃત કર્મને અનુસારે સાત સાગરોપમથી અધિક આયુષ્યવાળા નારકીપણે ઉત્પન્ન થયો. નરકમૃથ્વીમાં ઉત્તરોત્તર એક બીજીથી અનંતગણું દુ:ખ વધારે હોય છે. પહેલીથી બીજીમાં અનંતગણું, બીજીથી ત્રીજીમાં એમ ઉત્તરોત્તર અનંતગણું સમજી લેવું.
સાત સાગરેપમથી અધિક કાળ પર્યત કનેકવતીને જીવ અનંતગણું દુઃખ જોગવશે. ત્યાંથી નીકળીને પણ એ સંસારમાં અનંત