________________
૧૭૦
ધમ્મિલ કાજ. કયાં પરવા હતી ? જ્યાં લગી શરીર ઉપર મમત્વભાવ રહે છે ત્યાં સુધી જ આત્મા બાહ્યદષ્ટિમાં રાચીને પિતાને સુખી યા દુઃખી માને છે, મેહમાયાને વશ પડીને અનેક પ્રકારનાં કુકર્મ કરીને મનુષ્યભવ હારી જઈ અધોગતિમાં તે ચાલ્યા જાય છે કે જેથી ઘણે કાળે પણ એ પ્રાણી પાછો અનેક જન્મ મરણ કર્યા છતાં પણ મનુષ્યજન્મ દેખી શકતો નથી. તે પછી ધર્મ પામવાની તે વાત જ શી કરવી?
રંક બિચારી કનકવતી ! ઉત્તમ મનુષ્યજન્મ પામી સુખ સમૃદ્ધિની સર્વે સંપત્તિ પ્રાપ્ત છતાં પૂર્વના ભેગેપગના અંતરાયે એ સર્વે વ્યર્થ ગયું હતું. એ ગુણવમાં કુમાર અને કનકવતી રાજબાળા મનુષ્યભવમાં બનેને અદભૂત મેળાપ થયો, પરંતુ અહીંથી બન્નેના આગામી ભવસ્થિતિ ન્યારી જ હતી. ગુણવમાં દેવકને અતિથિ હતો, કનક્વતી ચેથી નરકની મેમાન હતી. સંસારમાં આ મેળાપ એ તેમનો આખરને હતો, છતાં બન્નેએ તેને જોઈએ તે લાભ તે નજ લીધે. હવે પછી અનંત કાળે પણ તેઓ સંસારમાં ફરીને મળી શકે તેમ નહોતું; કેમકે દેવકથી અવીને મનુષ્ય ભવ પામી ત્યાંથી ગુણવમાં મુક્તિમાં જવાના હતા. કનકવતી નરકમાંથી નિકળ્યા પછી ભલે સંસારમાં પરિભ્રમણ કરે, છતાં ગુણવર્મા ફરીને એને નજ મળે તેમ છતાં એ બાળા એની પણ સગી ન થઈ. એણે કુમારને દગો દીધે, તે દેવે એને બરાબર ગુલાંટ ખવડાવી, મુક્તિવધૂને લાડકે એ ગુણવમાં, એણે તે સ્ત્રીને માફ કરી. એના દુર્ગુણો તરફ ઉપેક્ષા કરી, તો એ મુક્તિવધૂને અધિક લાડકે થયે. છતાં કુદરત કાંઈ રહેમ કરે તેમ નહોતી, કુદરતે તકનકવતીને બરાબર જ શિક્ષા કરી હતી, ઘણા કાળ પર્યત દુઃખ ભોગવ્યાજ કરે એવા ઠેકાણે એને ખેંચી હતી. કેમકે કરેલું પાપ તો કોઈને પણ છોડતું નથી.
તરફડિયાં મારતી અને ધમપછાડા કરતી કનકવતીને બચાવવાને ઘણી મહેનત કરવામાં આવી, અનેક કુશળ રાજવૈદ્યાને બેલાવવામાં આવ્યા. વૈદ્યોએ પિતાની અનેક યુક્તિ પ્રયુક્તિઓ વાપરી-ભિન્નભિન્ન જાતની ગુટિકાઓ અજમાવી. ભંડારમાંથી વિષ ઉતારનાાં મણિ મંગાવ્યાં, પણ જે દિવ્ય હતાં તે અદશ્ય થયાં. પ્ર