________________
૧૬૮
ધમ્પિલકુમાર. - અથાગ જળમાં મળી જાય, તેમ આ બન્ને જણ એક બીજાના પ્રેમમાં તપ બની ગયાં.
કુમારની બીજી રાણીઓ આપસઆપસમાં એકઠી મળીને વિચાર કરવા લાગી. “અરે ! જુઓ તો ખરા. આ આજકાલની આવેલી, કેણ જ્ઞાતિની, કયા કુલની, તેને પરણ્યા વગર વેશ્યાની માફક રાખીને કુમારે એને પટ્ટરાણીનું પદ આપ્યું. કુમારને એણે એવું કામણ કરી દીધું છે કે તે ક્ષણભર પણ એના વગર રહી શક્તા નથી. એ આજકાલની વેશ્યાસરખી સ્ત્રી આપણને બધાંને રખડાવી જાય એ કેમ પાલવે ? માટે આપણે એ એ રાંડને માટે શું પગલાં લેવાં ? એ કાંટાને ક્યા કાંટાવડે કરીને દૂર કરે? એ રડે તો આવીને આપણે બધાંના સુખમાં પથરે નાખે, આપણા સર્વેનું ભાણું અભડાવ્યું; તો એને પણ આપણે બરાબર રખડાવવી જોઈએ. આપણે રાજવંશમાં ઉત્પન્ન થયેલીઓ છતાં એણે આપણને દાસીની જેવી બનાવી દીધી; અને એ વેશ્યા આજે કુમારની પટ્ટરાણું થઈ પડી.” છેવટે વિચાર કરીને એમણે એક રસ્તો શોધી કાઢયે. તે રસ્તા તેણીના નાશને હતે. હંમેશને માટે તેને બીજી દુનિયામાં હવા ખાવાને મેકલવાનો હતો. “એમજ કરે, આપણા સર્વેના સુખનો એણે નાશ કરી નાખે છે, માટે એ જીવશે તે આપણ ને શૂળીની માફક હમેશાં દુઃખ રહેશે, અને જે તે એકલી જ મરશે તે આપણને સર્વેને સુખ થશે; માટે સમય આવતાં ઝેર આપીને એને પરલોકમાં મોકલી દેવી. ” એમ સર્વેએ નકકી કર્યું.
યથાસમયે દાસીને ફાડીને ખુબ લાલચ આપી કનકવતીને ઝેર અપાવી દીધું. આ લેકમાં જ અનાચારનું ફળ અહીંને અહીં જ તેને મળી ગયું. ' વિષયથી આર્ત થયેલાં મનુષ્ય જગતમાં કયું પાપ નથી કરતાં ? પિતાના અલ્પ સ્વાર્થની ખાતર છ ઘોર પાપ કરીને દુરંત નરકમાં બેધડક ચાલ્યા જાય છે.
ઝેર ચઢવાથી જેની ભેગેચ્છા અધુરી રહી ગઈ છે, સંસારની