________________
આ તે બાળા કે બલા. ડાવશે તે પણ આપણે જાણતા નથી. માટે દીક્ષા લઈને તપ કરવાવડે હું મારું આત્મકલ્યાણ સાધવા ઈચ્છું છું.” - “હે સ્વામી ! તમારું કહેવું સત્ય છે, પરંતુ આપણે તારૂધ્યાવસ્થા જોતાં એ સાહસ પ્રશંસા યંગ્ય નથી. ચારિત્ર લીધા પછી કદાચ ઈદ્રિયરૂપ ઘડા ચપળ થાય તો શિવપદ લેવા જતાં સંસારને વધારનાર થઈ પડીએ માટે કઈ જ્ઞાની ગુરૂને પૂછીને પછી આપણે દીક્ષા લઈએ તો ઠીક; કારણ કે હજી મારી ભેગેચ્છા ક્ષીણ થઈ નથી. વિષયે જીતવા તે તે યેગીઓને પણ દુર્જય હેાય છે; તો પછી ભોગની ઈચ્છાવાળા પુરૂષો કેવી રીતે જીતી શકે? પ્રથમ એ અધમ ખેચરના વચને બંધાણ, બીજી વખત તેના ભાઈને ઉપદ્રવ થયો. જેથી આજ પર્યત ભેગ વિના મારું યૌવન વ્યર્થ ગયું છે, માટે હાલમાં થોડે કાળ સબ કરે. ત્યારપછી કઈ વૈકાળિક જ્ઞાની ગુરુને પૂછીને આપણે યથોચિત કરશું.” રાજતનયાના એ પ્રમાશેનાં મુગ્ધ વચન સાંભળીને કુમારે કહ્યું-“પ્રિયે ! મને કાળરૂપી રાક્ષસને વિશ્વાસ નથી કે એ ક્યારે આવીને આપણું ગરદન પકડશે! દડ જેમ રમત રમતમાં ઉંચે જઈ નીચો પડે છે તેવી કાળની આકસ્મિક ગતિ છે. તેમજ આવાં શ્રેયકારી કાર્યો ભવિષ્ય ઉપર મુલતવી રાખવાથી ઘણું વિઘો ઉપસ્થિત થાય છે. મોટા પુરૂષોને પણ ઉત્તમ કાર્યમાં વિધ્ર આવેલાં છે, જેથી બુદ્ધિવંતો સારાં કાર્ય કરવામાં વિલંબ લગાડતા નથી. એમ કરતાં કદાચ મૃત્યુ થઈ જાય તે શુભ કાર્યની વાંછા એની અધુરી રહી જાય છે. તે પણ હે તવંગીને હજી તારૂં મન વ્રત લેવામાં અસ્થિર છે, તે તારાચિત્તની સ્થિરતા ને માટે થોડો કાળ હું રાહ જોઈશ.” એમ કહીને પ્રિયાને નગરની બહાર ઉદ્યાનમાં એક તરવર નીચે મૂકીને તે ભેજનની સામગ્રી લેવાને નગરમાં ગયો. જુગારમાંથી કાંઈક દ્રવ્ય સંપાદન કરી તેનાથી તેણે કેટલીક ખાવાની વસ્તુઓ ખરીદ કરીને ઝટપટ પ્રિયાની પાસે તે આવવા નીકળ્યો. પોતે હાથમાં ખાવાની વસ્તુ પકડીને આવતા હતો, જેથી નગરમાં આવનારને એ સારા શકન તરીકે લાભદાયક થતું હતું. તેના તેજસ્વી ચહેરાથી, ચાલવાની ખૂબીથી, તેમજ આવી રીતે હાથમાં વસ્તુઓ લઈને એકલ ક્યાં જ હશે ? એવી