________________
ધમ્મિલ કુમાર છેડી મારું આત્મસાધન કરી લઉં. કે જ્ઞાની ગુરૂ પાસે વ્રત અંગીકાર કરી વિરાગી ઉપર રાગટષ્ટિથી જોનારી અને પિતાને ખોળે લીધા પછી અનંતકાળે પણ નહિ તજનારી મુક્તિવધૂને પામું. અને અનાદિની આ સંસારની પીડા મટાડી દઉં.” એમ વિચારી તરતજ પ્રિયાની પાસે આવીને એ ધીર પુરૂષ ગંભીર વાણથી બોલ્યો “ પ્રિયે ! હજી મધ્યાહુ સમય થવાને વાર છે, માટે આગળ આપણું મુસાફરી શરૂ કરીએ. નજીકના કેઈ બીજા શહેરમાં રાત્રી નિર્ગમન કરીશું.”
સ્વામી ! આજની રાત અહીં રહીને પ્રાત:કાળે આપણે આગળ ચાલીએ તે શું હરક્ત છે?” પ્રિયાએ રાત્રી અહીં જ વ્યતીત કરવાની માગણી કરી.
કનકવતીએ રહેવાને સૂચવ્યું, છતાં કુમાર તો પોતાની મુસાફરીની તૈયારી કરીને આગળ ચાલવા લાગ્યું.
એ બાળા વિચારમાં પડી—“ શું કરું? ક્યાં જાઉં ? ભયથી એને કાંઈ પણ વધારે કહેવાની મારી હિમત ચાલતી નથી.” એ પ્રમાણે વિચારતી આકુળવ્યાકુળ ચિત્તે ચારે બાજુએ કાંઈક શોધતી ને મનમાં બડબડતી તે તેની પાછળ ચાલી.
પ્રકરણ ૨૮ મું.
પાપનું પ્રાયશ્ચિત્ત.” કેટલેક દૂર જતાં અનુક્રમે કનકવતીના મામાનું નગર આવ્યું. એ સિંહપુરીમાં જઈને તેઓ સિંહરાજાના દરબારમાં ગયાં, રાજાએ કોઈપણ રીતે પિતાની ભગિનીપુત્રીને ઓળખીને તેનું સન્માન કરી ખેળામાં બેસાડી એના સુખ દુઃખની વાત પૂછી.“દીકરી! પોતાના ઘરની માફક તું અહીંજ અમારા આશ્રયે રહે અને મોજ મજા કર. તમે બે મને કાંઈ ભારે પડશો નહિ. મારૂં મકાન, સમૃદ્ધિ એ સેવે તમારૂં જ છે.” રાજાએ એમ કહીને તેમને એક મકાન