________________
આ તે બાળા કે બલા.
૧૬૩ વૃત્તિઓ બદલાતાં તે કંઈ વારજ નથી લાગતી. હા! વનિતાજનની એ ગુઢ માયાને ધિક્કાર થાઓ કે જે ત્રણ લેકને વિષે ધીરપુરૂષોની મતિ ઉપર પણ અખ્ખલિતપણે કામ કરે છે. તે એક સ્ત્રીના મનરૂપ ગહન વનમાં પ્રવેશી તેનું અવગાહન કરવાને શકિતવાન થતી નથી. એક વસ્તુથી બીજી અધિક જેવામાં આવતી નથી ત્યાં લગીજ તેને પિતાની માની તે ઉપર પ્રેમ કરે છે; પરન્તુ એથી અધિક જોતાં તેનાં હૃદયનાં ભાવ તુરતજ બદલાઈ જાય છે. સ્ત્રીપુરૂષનું આવા ચપળ મનવાળું જોડું યુગલ તરીકે કયાંલગી રહી શકે? આટઆટલી માવજત કરતાં એની સેવા કરતાં, કષ્ટ સહન કરતાં પણ આ ચંચળ મનવાળી સ્ત્રા મારી ન થઈ, આખરે બીજા પુરૂષમાં એ ૨ક્ત થઈ, કિંતુ જ્યાં લગી એને વિશેષ કલંક લાગ્યું નથી, ત્યાં લગી એને ઠેકાણે મૂકીને હું મારા આત્મસાધનને માર્ગ શોધી લઉં.”
દેષનું મંદિર એવી સ્ત્રીઓ તો સર્વ ઠેકાણે પુરૂષને આપત્તિમાંજ નાખનારી છે. સ્ત્રી પણ નારીજાતિ છે. માયા પણ નારીજાતિ છે. બન્નેનું સ્ત્રીલિંગ હેવાથી સમાન છે. માયા એ મોહિનીને જ વળગેલી છે, અર્થાત્ સ્ત્રીનું હદય એ માયાનું ગૂઢ મંદિર છે. હા ! જે એના હદયમાં છે તે એના વચનમાં નથી, જે વચનમાં જણાય છે તે કાર્યમાં-ક્રિયામાં જણાતું નથી. એવી સ્ત્રીઓ કેવી રીતે વિશ્વાસનું સ્થાનક થઈ શકે? દાનવડે કે માનવડે, કળાવડે અથવા તો કૃપાવડે કૃતાંતની માફક કર વનિતાઓ કઈ રીતે વશ થઈ શકતી નથી. એમને તે સ્વેચ્છાચારપણું જ હમેશાં પ્રિય હોય છે. ' અરેજેને માટે વિદ્યાધરપતિ સાથે યુદ્ધ કર્યું, સમુદ્ર તર્યો, વનેવન વનેચરની માફક ભયે, એ સ્ત્રી આજે બીજાના ચિત્તરંજનને માટે થઈ. પારાવાર રહિત આ સંસારનું સ્વરૂપ જાણવાને કોણ સમથે છે? આવા આ સંસારમાં પુરૂષ સ્ત્રીરૂપી પાષાણમય શિલાનું ગાઢ અવલંબન લઈને—એ સ્ત્રીરૂપી શિલાને વળગવાથી ડુબી ગયા છે, તે હજી શોધ્યા પણ જડતા નથી. જેને માટે મેં આટઆટલું સહ્યું-વફાદારી બતાવી, આખરે એનું આ પરિણામ! હશે ખેર ! હજી કંઈ વિશેષ બગડયું નથી. અહીંથી નજીક એના મામાનું રાજ્ય છે ત્યાં એને મૂકીને હું આ પાપ શિલાને