________________
આ તે બાળા કે બલા.
૧૬૧ ચિત્ત અસ્વસ્થ કેમ જણાય છે? શું કુટુંબવર્ગ કે માતાપિતા યાદ આવ્યાં છે કે જેથી તું મનમાં આમ દુભાય છે?”
પ્રિયે ! તમે પાસે છતાં મારે અરણ્ય પણ સ્વર્ગ સમાન છે. હે જીવિતેશ્વર ! તમારાથી અન્ય મારે બીજું કેણ સ્મરણ કરવા
ગ્ય હોય?” સ્ત્રીએ ઉપર ઉપરથી આવો જવાબ આપી એના દીલનું સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો-ઠગવા વિચાર કર્યો.
પણ એ ચતુર અને બધા વિશ્વની પરીક્ષા કરવામાં કુશળ કુમારે ચિંતવ્યું કે “આ અધમ ઓરત માત્ર બનાવટી વાતજ મને કહી સંભળાવે છે. એના હૃદયમાં બીજું કંઈ ચિંતવે છે. ઉપરથી એ મને બીજું સમજાવે છે. માત્ર એણે મને સારું લગાડવાનેજ આકપાળકલ્પિત વાત કરી છે, બાકી એના હદયની ચાવી તો નક્કી કોઈ બીજાએ હરી છે, છતાં હજી વિશેષ ખાતરી કરીને પછી જે ઠીક લાગે એમ કરવું, પણ એ નિર્બળ અબળાને બનતાં લગી હેરાન ન કરવી. ક્ય કર્મનું ફળ તે એ સ્વતઃ ભગવશે. ઘણું કાળથી ઉત્પન્ન થયેલા સ્ત્રી પુરૂષના પ્રેમ અને વિશ્વાસને આજે એણે ભંગ કર્યો જણાય છે. એ અંતરને સ્નેહ દૂર કરી ઉપરનાં ચાટું વાક્યોથી મને સમજાવવા પ્રયત્ન કરે છે, પરંતુ એના હૃદયમાં કેણ છે અને કોણ આવી ગયો છે? તે પ્રાયઃ ઘણું કરીને પ્રગટ થશેજ, તેની તપાસ કરવી એ મારું કામ છે.” પછી તે દિવસે ત્યાંજ રાત્રી ગુજારવાનું નક્કી કરીને કુમાર સ્ત્રીને એકલી રાખી પોતે વનમાં તપાસ કરવા લાગ્યો, સ્ત્રી ન જાણે તેમ તેની ઉપર પણ દેખરેખ રાખતો હતો, એટલામાં ત્યાં ફરતા કઈ માણસે તેને પૂછયું “અરે ભાઈ ! અહીં અમારા રાજકુમારને તમે જોયા ?” તેના ઉત્તરમાં કુમાર બેલ્યા કે –
કયા રાજકુમાર? તું કોણ છે ? આટલે બધે ઉત્સુક કેમ છે?” એ પ્રમાણે ગુણવમાં કુમારે તેને પૂછયું. તેના ઉત્તરમાં તે બોલે કે –
શંખની જેવા ઉજવળ યશવાળી આ શંખપુરી નામનગરી છે. અહીં ઈશાનચંદ્રનામે રાજા પ્રજાનું ન્યાયથી પાલન કરનારા છે. એ રાજાને ગુણચંદ્ર નામે ગુણના સાગર સમાન કુમાર છે. એ કુમાર કોઈ લાવણ્યના સાગરસમી પરદશી લલનાના મેહપાસમાં લુબ્ધ થયા