________________
પાપનું પ્રાયશ્ચિત્ત.
૧૬પ કાઢી આપ્યું. દાસ દાસી વિગેરેની સગવડ કરી આપી. ત્યાં તેઓ બને રહ્યાં. રાત્રીને સમયે ગુણવર્મા એ સ્ત્રીને છોડીને દીક્ષા લેવાની ઈચ્છાથી ચાલ્યા ગયે. જેમ કારાગ્રહમાંથી છુટો થતાં કેદીને જેટલો હર્ષ થાય, તે કરતાં સ્ત્રીના પાશમાંથી છુટતા ગુણવર્માને અધિક હર્ષ થયે. ગમે તે પ્રકારે નગરના કિલ્લાનું ઉલ્લંઘન કરીને તેણે ગુણરત્ન મુનિની પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. બાહ્ય શત્રુઓને તે તે જીતવાને સમર્થ હતો, હવે અત્યંતર શત્રુઓને જીતવાને એણે ભગવંતે કહેશે દીક્ષામાર્ગ અંગીકાર કર્યો. પિતાના આત્માનું હિત કરવામાં તે સંપૂર્ણપણે લક્ષ્ય આપવા લાગ્યા. સંસારના બંધનોથી મુક્ત થઈને સિદ્ધના ધ્યાનમાંજ તે તત્પર રહેવા લાગ્યા.
પ્રાતઃકાળ થતાં જ્યારે કનકવતી નિદ્રામાંથી જાગી ત્યારે સ્વામીને પાસે નહિ જેવાથી તેણે મંદિરમાં સર્વે ઠેકાણે તપાસ કરી, નોકર ચાકરને પૂછયું, છેવટે એની ભાળ નહિ મળવાથી એણે મામાને જાહેર કર્યું. મામાએ–રાજાએ નગરમાં–ઉપવનમાં તપાસ કરાવી ઘેડેશ્વારે મોકલીને નગરની આજુબાજુ સર્વ સ્થળે તપાસ કરાવી પણ કુમારને કયાંઈ પણ પત્તો લાગે નહિ.
છેવટે નિરાશ થઈને મામાએ ભાણેજને પિતાની પાસે બોલાવી ખેળામાં બેસાડીને શિખામણ આપવા માંડી—“દીકરી ! શા માટે ખેદ કરે છે? પૂર્વભવનાં બાંધેલાં કર્મોને રોકવાને પંડિત પણ સમર્થ થતા નથી. સર્વ ઠેકાણે તારા સ્વામીની તપાસ કરી પણ કયાંઈ એને પત્તો લાગતો નથી, છતાં તપાસ તો હમેશાં ચાલુ રહેશે. તું સુખેથી આપણે ઘરે રહે, મનમાં જરા પણ ઓછું લાવીશ નહિ. કોઈપણ રીતે તારા પતિને શોધી કાઢીને હું તને મેળવી આપીશ—તારા કોડ પૂરા કરીશ. સુખપૂર્વક અહીં રહે, અને ધર્મ સાધન કર, જેના પ્રભાવથી સર્વે સારૂં થશે–તારૂં સમિહીત થશે.” મામાએ એ મુજબ સમજાવેલી ભાણેજ કાચાર પ્રમાણે સાડા ત્રણ દિવસ શેક પાળીને અનુક્રમે તે વાત ભૂલી જવા લાગી. તેનું ચપળ ચિત્ત હવે નિરંકુશ થયું, રહ્યોસહ્ય અંકુશ પણ જતે રહ્યો હતો, જેથી સ્વચ્છંદપણે એના મનના ઘોડા આકાશમાં દોડવા લાગ્યા. દીલમાં અનેક અવનવા તરંગે ઉઠવા માંડ્યા. નવીન