________________
ધમ્મિલ કુમાર. ઈચછાથી અનેક પ્રશ્નો કરનારા તેને મળતા હતા, છતાં વનમાં પ્રિયાને એકલી છોડેલી હોવાથી તેનું મન ત્યાંજ ટેલું હતું, અત્યારે જવાબ આપવા જેટલી પણ તેને ફુરસદ નહતી, જેથી એકદમ તે ભેજન લઈને કનકવતી જ્યાં બેઠેલી હતી ત્યાં આવ્યો, અને સ્ત્રીને જમાડી પોતે ભોજન કર્યું.
જમી પરવાર્યા પછી પ્રિયા સાથે વાર્તાલાપ કરતાં તેના અંતરમાં કંઈક દુઃખ થતું જોઇને કુમાર વિચારમાં પડ્યો. “ નક્કી આ બિચારી મનમાં બહુ દુઃખી થતી જણાય છે. શું એને માતાપિતા સાંભરતા હશે કે બીજી કાંઈ બાબત હશે? માટે તેના હૃદયની કંઈક વિશેષ પરીક્ષા તો કરવી જોઈએ.” એમ વિચારી દેહચિંતાનું બાનું કાઢીને પ્રિયાને એકલી મૂકી તે ચાલ્યા ગયે. પોતાની સ્ત્રી પિતાને ન જોઈ શકે તેમ બે ત્રણ વૃક્ષ પછવાડે ઉભો રહીને પ્રિયાની ચેષ્ટા જેવા લાગે તો સ્ત્રીએ પિતાને એકલી જોઈ ભૂમિ ઉપર નરનારીનું જોડલું ચિતરવા માંડ્યું, તેને વારંવાર જેવા લાગી, નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ મૂકવા લાગી, કેયલની માફક પંચમ સ્વર સમા મીઠા સ્વરે ઝીણું ઝીણું ગાવા લાગી. થોડીવાર પછી છાતી બતાવતી, આળસ મરેડતી, અને દીર્ઘ નિ:શ્વાસ મૂકતી તે વરાર્તની માફક વિહળ દેખાવા લાગી. અશ્રુભરી આંખે તે ચારે દિશાએ જેવા લાગી. એની એવી ચેષ્ટા જોઈને ગુણવર્મા વિચારમાં પડ્યો-“અહો! હું આ શું જોઉં છું ? પ્રિયાની મનાવૃત્તિ કેઈ અન્ય વ્યક્તિમાં આસક્ત થઈ જાય છે એ ચોક્કસ છે. મારી આગળ એના જુદા ભાવ છે, પરેશે એ કેવા ભાવ ભજવે છે? આતુરતાથી કોની રાહ જુએ છે? નક્કી એને હમણું કે મળી ગયું છે, જેથી આ ઉદાસ ચહેરે બેઠેલી છે. આ તે શું મારા વિયેગે આની આવી દશા થયેલી છે કે મારા તટસ્થ રહેવાથી શું એ વિરહવ્યથાથી પીડાય છે? પણ જે મને જઈને એ પિતાને સ્વભાવ બદલી નાખશે, તે નક્કી એ વ્યભિચારિણું છે એમ માનીશ.” એમ મનમાં ચિંતવી તે બીજે રસ્તેથી અચાનક સ્ત્રીની પાસે આવ્યા તે તેણીએ પોતાનો ચહેરે બદલી નાખે. મનમાં તો તે બધું સમજતે હતા, છતાં પ્રિયાનેખિન્ન ચિત્તવાળી જોઈને તેણે પૂછયું. “કાતે ! આજે તને શું થયું છે? તારું