________________
આ તે આળા કે અલી.
૧૫૭
પૂછ્યું. “ ખાયલા ! આવેા સત્વ વગરના છતાં અમાને તું વારવાર હેરાન શા માટે કરે છે?”
“ મારી ભાભીના કહેવાથી ” એ વિદ્યાધરે કહ્યું. “ તું સત્ત્વવતમાં શિરામણિ છે, હું મંદ ભાગ્યવાળા–સત્ત્વ વગરના છું. તારી સાથે યુદ્ધ કરવાને સાક્ષાત્ ઇંદ્ર પણ શક્તિવાન નથી, તેા હું તે કાણુ માત્ર ? શું નદીની રેણુ સૂર્યના મંડળનું આચ્છાદન કરી શકે ? ”
“ અરે મૂર્ખ ! એક નીચ બુદ્ધિવાળી નારીના કહેવાથી આવા વિષમ કાર્યમાં તું પડ્યો છે. રાગી જેમ વૈદ્યની હિતશિક્ષા ધ્યાનમાં રાખ્યા વગર ક્રુપ સેવન કરે, તેમ તે પણ એક સ્ત્રીની નીચ બુદ્ધિથી કેવું કાર્ય કર્યું ? સ્ત્રીઓની વાડ્જાળમાં ફસાયેલા બળવાન પુરૂષ પણ સ્ખલના પામીને પડી જાય છે, માટે હવેથી એ તુચ્છબુદ્ધિ સ્ત્રીનાં વચન ઉપર ભરાંસા રાખીશ નહિ. ” એમ કહીને દયા લાવી એ વિદ્યાધરને છેાડી મૂકયા. જેમ સિહુના પંજામાંથી મુક્ત થયેલું મૃગલુ દોડી જાય, તેમ તે તરત જ પેાતાને સ્થાનકે ભાગી ગયા. સ્ત્રી ભરઉંઘમાં સુતેલી તે પ્રભાત થતાં જાગી; એટલે કુમારે રાત્રીની સર્વે વાત એને કહી સંભળાવી. પછી ત્યાંથી પ્રાત:કૃત્યા કરીને દથી ચરણુ વિધાતાં હતાં, છતાં તેઓ એક દિશા તરફ ચાલ્યાં. .
પ્રકરણ ૨૭ મું.
આ તે માળા કે ખલા.
“ હે ભવ્ય પ્રાણીએ ! આ ભવસાગરમાં "ચારાશી લાખ જીવાયેાનિમાં ભ્રમણ કરતા જીવ ભાગ્યવશે મનુષ્યભવ પ્રાપ્ત કરે છે. જેમ રતની ખાણમાંથી કાઈ પુણ્યવંત રત્નો પામી શકે, એવી રીતે કદાચ મનુષ્યભવ મળે તેાપણુ સદ્ગુરૂ-માદાયક ગુરૂના મેળાપ તા કવચિતજ થવાના. એ યાગ થયા છતાં પણ ધર્મ ઉપર શ્રદ્ધાતા ભવિતવ્યતાને યાગેજ થાય છે. આત્માની ભવસ્થિતિ જ્યારે પરીપક્વ થાય, ત્યારે વસ્તુતત્ત્વ યથાર્થ રીતે સમજવામાં આવે છે.
"
"