________________
સુખ દુઃખની વાટે.
૧૫૫ તમે મને પણ જીવાડા છે, હજી પણ કંઈક મારું ભાગ્યે જાગૃત છે કે જેથી એવા ભરસમુદ્રમાં નાખ્યા છતાં વિધિએ મદદને માટે પાટીયું આપ્યું, અને ભમતો ભમતો અરણ્યમાં આવ્યો તે તમારું દર્શન થયું ને તમે મારી પ્રિયા સાથે મુલાકાત કરાવી. માટે વિધિ હજી સર્વથા દ્વેષી નથી.” એ પ્રમાણે કુળપતિની સ્તુતિ કરતે ગુણવર્મા કુમાર એમનો મેટો ઉપકાર માનીને તેમની રજા લઈ પિતાની પ્રિયા સાથે તે પિતાને દેશ જવા તૈયાર થયે. કેટલેક દૂર સુધી તાપસ રસ્તો દેખાડવાને આવ્યા. મોટો ધોરી રસ્તો આવ્યો, એટલે તાપસે પાછા વળ્યા અને આ બંને સ્ત્રી પુરૂષ કુરૂદેશની વાટે ચાલ્યાં. - સાયંકાળ થતાં તેઓ ચાલતાં ચાલતાં અનુક્રમે નદીના તટ ઉપર આવ્યાં. બને થાકી ગયાં હતાં, ચાલવાથી કંટાળી ગયાં હતાં, તેમનાં અંગ સુકોમળ હતાં વનનાં વનફળ ખાઈને નદીનું મીઠું જળ પી પોતાની સુધા તે બન્ને જણે દૂર કરી અને વાતો કરતાં બન્ને જણ ત્યાંજ જમીન ઉપર બેઠાં. કુમારે પૂછ્યું–પ્રિયા ! વનમાં જેમ વનચરી હોય તેમ તું એકાકી વનમાં શી રીતે આવી?”
“સ્વામી! તમને ઉપાડીને સમુદ્રમાં નાખ્યા, તે પછી એ દુષ્ટ વિદ્યાધરે તરતજ ત્યાં આવીને મને પકડી અને કહેવા લાગે-“દુષ્ટા! તારા માટે મારા ભાઈને વધ થયે અને તેના મરણથી તમે સુખે સંસાર ભેગો એ શું ઠીક કહેવાય ? તારા સ્વામીને તે મેં સમુદ્રમાં નાખે છે, તે તે સમુદ્રના અથાગ જળના પેટમાંજ હંમેશિને માટે સમાઈ જશે અને તેને વાઘ, સિંહ, ચિત્તાથી ભરેલા પર્વત ઉપર છેડી દઈશ કે જ્યાં તું એમને શિકાર થશે.” જો કે અન્ય પુરૂષના સ્પર્શથી હું હીતી હતી છતાં એ અધમી મને ઉંચકીને પર્વતના શૃંગ ઉપર ફેંકીને ચાલ્યા ગયે. પાણીના ઝરણાંની માફક શિખર ઉપરથી નીચે ઉતરતી ઉતરતી હું તમને શોધતી સમુદ્રને કિનારે ફરવા લાગી. જેમ હાથમાં આવેલું ચિંતામણિ જતું રહેતાં વ્યાકુળતા થાય તેમ તમારે પત્તે નહિ લાગવાથી વ્યાકુળ થયેલી હું લતાકુંજમાં ગળે ફાંસો ખાતી હતી કે જ્યાંથી એ કુળપતિએ મને બચાવી. તે પછીનું–બાકીનું વૃત્તાંત તે તમે જાણે છે. એ પ્રમાણે તેઓ વાર્તાલાપ કરતાં હતા, એટલામાં સૂર્ય અસ્ત થઈ