________________
૧૫૦
ધમ્મિલ કુમાર. તરે પણ આશ્ચર્ય પામતા જેવા લાગ્યા. એક મનુષ્યનું આવું અપૂર્વ શિર્ય જોઈને તેઓ આશ્ચર્યચક્તિ થયા.
યુદ્ધ કરતાં અવસર પામીને કુમારે એ વિદ્યાધરના ગળા ઉપર તલવાર ચલાવી દીધી. વિદ્યાધરેશ ભૂલ્યા અને તેનું માથું તરતજ જમીન ઉપર નીચે ગબડી પડ્યું. સદાને માટે દુનિયા ઉપરથી તેનું જીવન અસ્ત થઈ ગયું.
દેવતાઓએ કુમારને જય પ્રાપ્ત થયેલ છે તેની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. પાપ અને પુણ્યની લડાઈમાં કદાથ પાપ પ્રથમ પિતાનું અધિક જોર બતાવે પણ આખરે તે પુણ્યને જ વિજય છેફત્તેહ છે. પાપીઓ ભલે પ્રથમ ફાવે પણ આખરે તે તેઓ બરે મોતે મરે છે.
– ચ્છ) - પ્રકરણ ૨૬ મું.
સુખ દુઃખની વાટે. વિદ્યાધરપતિ મહાબળના મૃત્યુથી તેના સેવક વિદ્યાધરો ભય પામતા હતા, તેમને મીઠાં વચનેથી આશ્વાસન આપતે ગુણવમકુમાર મહાબળને મારીને ક્ષણવાર ત્યાં વિશ્રાંતિ લેવાને બેઠે. તેવામાં ચિરકાળથી પ્રતિબદ્ધ થયેલી મૃગલીઓ જેમ મુકત થાય તેમ આ દુષ્ટના ફંદામાંથી મુકત થયેલી ત્રણે કુમારિકાઓ આનંદ પામતી કુમાર પાસે આવી, અને પગે લાગતી કહેવા લાગી—“ કુમાર ! અમે પણ ત્રણે રાજતનયા છીએ. તમારી કનકવતીની માફક અમને પણ આ દુષ્ટ મૃત્યુને ભય બતાવતો રોજ વિમાન મેકલીને અહીં તેડાવી પિતાની આગળ નાટક કરાવી મેજ મેળવતું હતું, અને વાકપાશથી અમને બાંધીને આ દુષ્ટ પાણિગ્રહણ કર્યા વગરજ અમને વેશ્યા જેવી બનાવી દીધી હતી. આ દુષ્ટના પંજામાંથી અને મને મુકત કરનાર તમે મહાપુરૂષે અમને શું નથી આપ્યું ? એ ટુટે હજી અમારાં લગ્ન પણ થવા દીધાં નથી. હવે હે મહાપુરૂષ ! તમારી રજા હોય તો અમે અમારે મકાને જવાને ઇચ્છીએ છીએ.”