________________
૧૪૮
બસ્મિલ કુમાર. આજેજ એ અધમ વિદ્યાધર સાથે યુદ્ધ કરીને એનો અંત લાવવો જોઈએ, એને નાશ કરીને જેમ અંધકારને નાશ કરનાર સૂર્યને ઉદય થવાથી કમળ પ્રફુલ્લિત થાય છે તેમ પ્રિયાની પ્રીતિ મેળવવી જોઈએ.” કુમાર એમ વિચાર કરતો હતો એટલામાં વિમાન આવ્યું, તેમાં પ્રિયંવદા એકલી બેઠી, તે સાથે કુમાર પણ ચઢી બેઠે. તરતજ વિમાન હવામાં ઉડયું, તે ચૈત્યની નજીકમાં આવીને નીચે ઉતર્યું અને પ્રિયંવદા એકલી નાટક ચાલતું હતું ત્યાં આવીને હાજર થઈ. તેને જોઈને ક્રોધથી ધમધમતે વિદ્યાધરપતિ બે -“રે દાસી ! તારી સ્વામિની કેમ ન આવી? મારે સખત હુકમ છતાં તેણે આજે આવો મારે અપરાધ કર્યો. એની શું શિક્ષા ભેગવવી પડશે તે તે જાણતી નહી હેાય?”
ત્રાડ પાડતા એ ખેચરપતિનાં અગ્નિ સમાન વચનથી ભય પામતી પ્રિયંવદા બેલી–“સ્વામિન ! એને શરીરે ઠીક નથી, જેથી હું એકલી આવી છું, માટે ક્ષમા કરે.”
તું ખોટું બોલે છે તે એની શિક્ષા પ્રથમ તું તે ભેગવ. એને તે નહિ આવવાનું ફળ હું બરાબર બતાવીશ.” એમ કહીને વિદ્યાધરે પ્રિયંવદાને ગળામાંથી પકડી અને કહ્યું કે-“તારા ઈષ્ટદેવને હવે સ્મરી લે, તારા દિવસો ભરાઈ ગયા છે.”
ભય પામેલી પ્રિયંવદા છેવટે એ વિદ્યાધરપતિને કહેવા લાગીઅરે વિદ્યાધરપતિ! મેં જે ધાર્યું હતું તેજ આજે પ્રત્યક્ષ થયું છે કે કોલસાની દલાલીમાં હાથ કાળા થવાના જ છે. સપના રાફડા ઉપર રહીને જીવવાની ઈચ્છા કરવી, તારા સરખા યમના ભાઈની દોસ્તી કરીને નિરાંતે જીવવું, એ સર્વ અશક્ય વાત હતી. ખેર ! જેવી ભવિતવ્યતા ! પરંતુ મને સંસારસાગરથી પાર ઉતારનાર, દયાના સાગર એવા શરણ કરવા લાયક જિનેશ્વરનું શરણ પ્રથમ કરી લેવા દે. અરે દુષ્ટ! તું શું એટલો બધો ગર્વ કરે છે. દુનિયા વિરથકી પણ વીર પુરૂષને ઉત્પન્ન કરે છે. પણ હવે અત્યારે વધારે વિવેચનથી સર્યું. મને શ્રી અરિહંત એવા લોકોત્તર પુરૂષનું શરણ છે ! અને બીજું મારી સખી કનકવતીને પતિ કે જે એક જગતનું રક્ષણ કરવાને સમર્થ છે એ ગુણવર્માનું શરણ હો.”