________________
પ્રિયાની ખાતર.
૧૪૭, મારું વચન અંગીકાર નહીં કરે તે આ તલવારથી તને હણી નાખીશ. માટે જે મૃત્યુથી ડરતી હોય તે મારું વચન અંગીકાર કર.”
તેની ક્રૂર વાણી સાંભળીને મેં એનું વચન ભયથી અંગીકાર કર્યું. અને તે દિવસથી જ જિનેશ્વરના ભુવનમાં રાત્રિીને સમયે નૃત્ય કરવાનું વિમાન મોકલીને મને તે તેડી જાય છે. અર્ધ રાત્રી પત તેની આગળ નાટક કરવું પડે છે. વળી એની રજા સિવાય મારે પતિ સાથે કંઈ પણ સંબંધ રાખ નહિ એવી ખાસ બીક બતાવી છે. જીવવાની ઈચ્છાએ એ અધમનાં આવાં વચને મેં કબુલ કર્યા. બીતાં બીતાં મેં પાણિગ્રહણ કર્યું, છતાં હજી મેં એ દુષ્ટના ભયથી શિયળ ખંડ્યું નથી. આ વાત મેં મારા પતિને પણ કહી નથી. છતાં સ્વામીએ કઈ પણ રીતે આ વાત જાણે લીધી છે. મારી ખાવાયેલી વસ્તુ મારી આગળ રજુ કરીને તે મને ભય અને આશ્ચર્ય પમાડે છે. હવે ત્યાં કેવી રીતે આવી શકું? ત્યાં આગળ કદાચ બને ભેગા થાય અને કાંઈક નવાજુની થાય એના કરતાં તેન આવું તે જ સારું છે. આવી ચિંતાથી હે પ્રિયંવદા! મુંઝાઈ ગઈ છું. આ દેવાધિન કાર્યનું શું પરિણામ આંવશે તે કંઈપણ સમજાતું નથી. અરે! આજે હું દુરાચારિણું નહી છતાં સ્વામીની નજરમાં દુરાચારવાળી જણાઈ છું, તેથી હવે ભવિષ્યમાં શું થશે તે પણ સમજાતું નથી; હું તે જીવતાં છતાં જગતમાં આજે મુવેલી જ છું, માટે તું એકલી જા ને પૂછે તે કહેજે કે એને શરીરે ઠીક નથી, માટે આવી નથી. અરે ! ચકરી રાત્રીને વિષે અને કેકી દિવસે શાંતિ પામે છે પણ રાત્રીએ કે દિવસે મને પાપીનીને તે કયાંય શાંતિ મળતી નથી. કમલિની રાત્રે નિદ્રા લે છે, કૈરવિણી દિવસે આરામ લે છે, છતાં દિવસે કે રાત્રીએ મને તે કયારે પણ નિદ્રા નથી–સુખ નથી, એક તરફ ભરથારની પ્રીતિ, બીજી બાજુ ખેચરનો ભય. હે સખી ! આવું સંકટ મારે કેટલે કાળ ભેગવવું પડશે? માટે જે થવાનું હશે તે થશે પણ હું તો આજ આવવાની નથી, તું જ જા.” રાજસુતાનાં એ પ્રમાણેનાં વચન પ્રચ્છન્નપણે ઉભેલા કુમારે સાંભળ્યા, જેથી તે વિચાર કરવા લાગ્યું કે “અહા ! મારા પુરૂષાર્થને ધિક્કાર છે કે હું બળવાન પતિ છતાં પરવશ પડેલી મારી પ્રિયાનું આટલું કષ્ટ પણ હું દૂર કરી શકતું નથી. માટે