________________
પ્રિયાની ખાતર.
૧૪૫ કુમારે પૂછયું-“કેમ, આ ઝાંઝર તારું છે કે નહિ?” “હા! મારું પિતાનું જ છે.” તેણીએ તેમની સામે જોઈને જવાબ આપ્યો.
“હે નિમિત્તજ્ઞ દિયર ! આ ભૂષણે કયા સ્થાનકમાં ગુમ થયા, એ કેમ કહેતા નથી?” કુમારીએ ભયભીત થઈને બીજું કંઈ જાણવાને નિમિત્તે પૂછયું.
હે શૈરાંગી! તે સ્થાન અત્યંત તેજસ્વી ને અહીંથી ઘણું દૂર છે. દેવ સાનિધ્ય વગર મનુષ્ય પ્રાણુની ત્યાં જવાની શકિત નથી એવું એ વિકટ છે.” મંત્રીપુત્રે કહ્યું.
“તે ત્યાં પડેલાં આ આભૂષણે તમારી પાસે કેવી રીતે આવ્યાં?” રાજસુતા બોલી. “જેને ગુણવમાં જે સકળ કળાને નિધાન મિત્ર માન્યો હોય, એને જગતમાં કઈ વસ્તુ દુર્લભ છે?” સાગર મંત્રીપુત્રે કહ્યું. એથી બાળા અતિ લજજા પામી ગઈ. મનમાં અનેક પ્રકારના વિચાર કરવા લાગી. “કયાં એ વિદ્યાધરેનું સ્થાનક ને કયાં આ માનુષી ભૂમિકા? ત્યાં વસ્તુનું પડવું કયાં ને એનું અહિં આગમન ક્યાં ? એ તત્ત્વ હું સમજી શકતી નથી કે દૈવજ્ઞની માફક આ સાગર ત્યાં પડેલી વસ્તુઓને અહીં કેવી રીતે લાવી શકે છે? કઈ પણ શકિતવડે કાં તો મારે સાત્વિક સ્વામી ત્યાં આવે છે અથવા તો અહીં બેઠે બેઠે કઈ દેવિક શક્તિથી એ સમાચાર જાણું લે છે–વસ્તુ મગાવી લે છે, ને જ મને ભય અને આશ્ચર્ય પમાડવા માટે આપે છે. હજી પણ એની આંખો નિદ્રાથી ઘેરાયેલી છે. એજ બતાવી આપે છે કે નકકી મારા સ્વામી જ રાત્રીને સમયે ત્યાં આવી મારે સર્વે તમાસો જુએ છે, અને આ અને એક થઈને મને ભેળીને ઠગી રહ્યા છે.” આ પ્રમાણે વિચાર કરતી મનમાં અતિ પેદવંત થયેલી તેણી બેલી–કુમાર ! શા માટે મને ભેળીને ખેટું બોલીને આમ ઠગો છો? તમે બેલે છે કાંઈક અને વર્તો છો કાંઈક? તમારે મન તે તે કીડામાત્ર રમતજ છે ને મારું તો મર્મસ્થાન વિંધાઈ જાય છે. હાથી પિતાની ખરજ મટાડવાને લતાઓને શું નથી ઉખેડતો? તમે બન્ને એક બાજુ છે, બીજી તરફ હું ભેળી એકાકી છું, તમે પરાક્રમી, હોંશિયાર અને
૧૦