________________
બિસ્મિલકુમાર.રોને બોલાવીને પૂછયું કે “અરે વિદ્યાધરે! તપાસ કરે. અહીં કોણ ચેર ભરાય છે? એને ઝટ પકડીને મારી આગળ હાજર કરો કે જેથી મારા કપરૂપી અગ્નિમાં પતંગીઆની માફક એને બાળીને ભસ્મ કરૂં. હે વત્સ ! આજે તે તું જા. હું હવે એની પૂરતી તપાસમાં જ છું.” એ પ્રમાણે કહીને વિદ્યાધરપતિએ સર્વેને વિદાય કર્યો. કનકવતી પણ ભરથારની સાથે પિતાને ઘરે આવી. કુમાર પણ ગુપ્તપણે પિતાના મકાનમાં આવીને સૂઈ ગયે. મનમાં અનેક પ્રકારના તર્કવિતર્ક કરતા તેણે પલંગ ઉપર શેષ રાત્રી વ્યતીત કરી. કનકવતી પણ ઝાંઝરની ચિંતામાં ને ચિંતામાં નિદ્રાવશ થઈ ગઈ.
પ્રકરણ ૨૫ મું.
“પ્રિયાની ખાતર.” ત્રીજે દિવસે કુમારે પોતાના મિત્રને ઝાંઝર આપીને સર્વ હકીકત સમજાવી અને તેની સાથે પ્રિયાને મંદિરે ગયે. વાર્તાવિનોદ કરીને પ્રિયા સાથે સોગઠાબાજી રમવાને બેઠે. અનુક્રમે રસ જામતાં કુમારી બેલી. “સ્વામી ! કાંઇક શરતમાં મૂકે.” અને દિયરને પૂછયું-“મારી ઘુઘરીને કાંઈ ખુલાસો કરશે કે?”
કુમારની ઈસારતથી સાગર –“ભાભી ! મારી લગ્નકિડળીમાં એવું જોવાય છે કે કિકાણીની સાથે તમારી બીજી પણ કેક વસ્તુ ગુમ થઈ છે, માટે વિચારી જુઓ કે તમારું બીજું કંઈ ગુમ થયું છે?” સાગરની વાણી સાંભળીને કનકવતી આશ્ચર્ય પામી ગઈ. તાકીતાકીને તેના સામે જેવા લાગી અને ફરીને પૂછવા લાગીદીયરજી! તમે જ કહે, મારું બીજું શું ખોવાયું છે ?”
મંત્રીપુત્રે કહ્યું-“તમારૂં ઝાંઝર દેવાયું છે અને તે જુઓ આ રહ્યું. તે તમારું કે નહી ?” એમ કહીને કુમારે આપેલું ઝાંઝર સાગરે તરતજ કનકવતીને આપ્યું. કનકવતીએ એને તપાસી જોયું. ' તે ખચીત એ પિતાનું જ હતું, જેથી એને અતિ આશ્ચર્ય થયું.