________________
૧૪૩
રહસ્યનો હેટ. . એ બધું તે ઠીક! પણ આ ઘુઘરી તમારા હાથમાં કેવી રીતે આવી ? સ્વામિન! તે કઈ પણ સ્થળે મારા કંદરામાંથી નીકળી પડેલી તમારા મિત્રના હાથમાં આવી છે?”
આ ઘુઘરીઓ તારી છે ને તારા કદરામાંથી સરી પડી છે, એવું તું શા ઉપરથી કહે છે? વળી તે ક્યાં પડી ગઈ હતી?” કુમારે કનકવતીને પૂછ્યું.
“પૂર્વ જન્મના વૃત્તાંતની માફક એ કયાં પડી ગઈ તે હું જાણતી નથી. પણ વાયા પછી જ મને એની ખબર પડી છે.” કુમારીએ કહ્યું. જાણતાં છતાં તેણે પોતાનું અજ્ઞાનપણું બતાવ્યું.
ત્યારે આ મારો મિત્ર જ્યોતિષશાસ્ત્રમાં પ્રવિણ છે. એને તારે કંઈ પૂછવું હોય તે પૂછી જે. તીર્થકરના વચનની માફક એનું વચન પણ પ્રમાણભૂત ગણાય છે; માટે તેને સત્ય જવાબ આપશે.” કનકવતીએ સાગર–મંત્રીપુત્રને પૂછ્યું. “દીયરજી! કહો ! મારી ઘુઘરીઓ કયાં પડી ગઈ હતી ?”
હું તમને જાંતિષથી એનું ગણિત કરીને આવતી કાલે જવાબ આપીશ.” એ પ્રમાણે તેને ભયમાં અને ભ્રમમાં નાખી તે બન્ને જણા પિતાને ઠેકાણે ગયા.
સ્નાન ભેજન કર્યા પછી દિવસ પૂરો થતાં યથાસમયે તે અંજન આંજીને ગુણવર્મા અદશ્યપણે રાત્રે પ્રિયાના મકાનમાં ગયે; અને પ્રિયાની સાથે વિમાનમાં બેસીને પહેલા દિવસની માફક તેજ દેવમંદિરમાં આવ્યું. પહેલાંની માફક સ્નાત્ર વગેરેથી જિનપૂજન કરીને વિદ્યાધરપતિ પોતાના પરિવાર સાથે રાત્રીને વિષે નૃત્ય કરાવવા લાગ્યો. એક બીજી નાચવા લાગી, ને કનકવતી વિણા વગાડવા લાગી. સર્વે એક રસમાં લુબ્ધ થઈ ગયાં; એટલે પગને ઠણકો કરતાં કનકવતીના પગમાંથી ઝાંઝર નીકળી પડ્યું. તે આસ્તેથી કુમારે ઉપાડી લીધું. નાચ પૂરો થતાં કનકવતીએ સભામાં તપાસ કરી પણ કયાંય જડયું નહીં. જેથી વિદ્યાધરપતિને એણે જાહેર કર્યું. “હે રાજન ! મારૂં નુપૂર આજે પણ કેઈ ઉપાડી ગયું છે.” નક્કી કોઈ ચોર જાગૃત થયો છે.”
વિદ્યાધરપતિએ રાત્રી વીતી જવા છતાં જે હતા તે વિદ્યાધ