________________
રહસ્યને ફેટ.
૧૪૧
છતે નાચ કરાવે છે. જેને હું તથા મારાં માતપિતા સહિત આખું રાજકુટુંબ અમારા સર્વસ્વની માફક ગણું માન આપીએ છીએ, તેને સારા માત્રના હુકમથી આ દુષ્ટ દાસીની માફક નૃત્ય કરાવે છે. ખચીત એ સતી પતિમાં પ્રીતિવાળી–ભક્તિવાળી, છે છતાં આ દુષ્ટના બંધનમાં ફસાયેલી જણાય છે વળી રાત્રીએ જિનેશ્વરની પૂજા કરવાનો નિષેધ કર્યો છે, છતાં આ અધમ રાત્રીએ પણ જિનાચન કરતો ઈચ્છાનુસાર વર્તે છે. આ વિદ્યારે જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અનાચારજ અંગીકાર કર્યો છે, તો આ અન્યાયીને યુદ્ધમાં હણુને તેનું પ્રાયશ્ચિત્ત મારે બરાબર આપવું જોઈએ, છતાં હજી આ દુષ્ટ ભવિષ્યમાં આગળ શું શું કરે છે તે જાણવાને મારે ભવું જોઈએ.” એમ વિચાર કરતો કુમાર શાંતપણે ક્રોધને દબાવીને ઉભે હતે. એટલામાં અકસ્માત નૃત્ય કરતા કનકવતીની કટીના કંદરામાંથી ઘુઘરીઓ નીચે પડી, કુમારે લઘુલાઘવી કળાથી તે ઉપાડી લીધી. નૃત્યના તાનમાં સર્વે મશગુળ હોવાથી કોઈને ખબર પડી નહિ. નાચ પૂર્ણ થયા પછી કુમારીને ખબર પડી કે નાચતાં નાચતાં ઘુઘરીઓ પડી ગઈ છે, તે શોધવા માંડી પણ ન જડવાથી તેણે વિદ્યાધરપતિને જાહેર કર્યું. તે વારે ખેચરાધિશે કહ્યું કે “વત્સ! આજે તો રાત્રી ઘણું વહી ગઈ છે, માટે તું જા ! આવતી કાલે હું તને ગમે ત્યાંથી શોધીને લાવી આપીશ.” એમ કહીને સભા બરખાસ્ત કરી સર્વે પિતાપિતાના સ્થાનકે ગયા–નિદ્રાધિન થઈ ગયા. - કુમાર પણ પિતાના મંદિરમાં આવીને પિતાના સેવકથી અલક્ષિતપણે મંદિરમાં દાખલ થઈને વિચારમાં તણાતે પલંગ , ઉપર પડ્યો. “અરે ! એ વિદ્યાધર કેણ હશે? મારી પ્રિયા મારા વશ છતાં એને આધિન કેમ થઈ હશે? આ સ્ત્રી મારા ઉપર પ્રીતિવાળી છે, છતાં એ એને આધિન છે. એ બને વિરૂદ્ધ ભાવ છે.” ઈત્યાદિક વિચાર કરતાં રાત્રી પૂર્ણ થઈને સૂર્ય ઉદય થયો તેથી જાગૃત થઈ આવશ્યક ક્રિયાઓ કરીને કુમાર પિતાના પ્રિય મિત્ર મંત્રીપુત્રની સાથે પ્રિયાના મંદિરમાં આવ્યું. રસ્તામાં કુમારે એ