________________
૧૪૦
ધમ્મિલ કુમારરાત્રીએ શાસ્ત્રમાં જિનપૂજાન-નિષેધ કરેલ છે, છતાં આ સ્વેચ્છાચારી વિદ્યાધરેશે પોતાની મરજીથી નીતિનું–શાસ્ત્રનું ઉલ્લંઘન કરીને રાત્રીએ જિનેશ્વરને પૂજનવિધિ કર્યો. તે પછી નૃત્યને સમય થતાં એ ચારે બાળાઓ તરફ જોઈને પૂછ્યું કે “આજે નૃત્ય કરવાને કોને વારે છે?”
પિલી ત્રણ કન્યાઓએ આંગળી ચીંધી ગુણવર્માની વહુ કનકવતીને બતાવી કે “આને વારો છે.” તે પછી તરત જ એ વિદ્યાધરપતિ મહાબળની આજ્ઞા થઈ અને કનકાવતીએ નાચ કરે શરૂ કર્યો.
આ મહાબળ રાજા પોતાની વિદ્યાના બળથી આવી રીતે મનુષ્યની ઉત્તમોત્તમ કન્યાઓને ઉપાડી જતો, અને તેમની પાસે જબરાઈથી રાત્રીને સમયે તે અહીં નાટક કરાવતો હતો. પિતાના વિમાન મેકલી એવી રીતે તે ઘણું કુમારિકાઓને બોલાવતે હતે; એટલું જ નહિ પરંતુ પરણેલી સ્ત્રીઓને પોતાના પતિ પાસે નહિ જવા દેતાં બળાત્કારે બ્રહ્મચર્ય પળાવો; અને પોતાની પાસે રાત્રીને સમયે બેલાવતા. કનકવતીને પણ એક દિવસે રાતના ગેખમાં બેઠેલી જોઈને એના પિતાને ઘેરથી વિદ્યાધરે ઉપાડી હતી, અને રેજ નાટક કરાવીને તેને પાછી મૂકી જતો હતો; વળી પરણ્યા પછી તેની પરવાનગી મળે તેજ તે તેના પતિને મળી શકે એવી ફરજ પાડી હતી. આવી રીતે કનક્વતી પણ આ અધમના સકંજામાં સપ ડાઈ ગઈ હતી, - કનકવતી નાચતી હતી, બીજી ત્રણમાંથી એક તાલ દેતી હતી, બીજી વિણા વગાડતી હતી ને ત્રીજી ઉભી ઉભી વેણુ બજાવતી હતી. તેમના નૃત્ય ને ગીતગાનથી મહાબળ વિદ્યાધરપતિ પોતાને ઇંદ્રતુલ્ય સુખી માનતા આનંદથી મસ્તક ધૂણવવા લાગે ત્યારે કુમાર પિતાની પત્નીને આવી રીતે નાયકાણની માફકનચાવતો દેખી ક્રોધથી ધમધ મવા લાગ્યા. “અહો! મનુષ્યની મધ્યમાં હુંજ વિડંબિત છું-દુઃખી છું, કે મારી પ્રાણપ્રિયા–અર્વાંગનાને એણે નાચનારી વેશ્યા બનાવી. જેનું મુખ જેવાને કુરૂદેશના રાજાઓ પણ સમર્થ થયા નથી, એને આ વિદ્યાથી ઉન્મત્ત થયેલે અધમ વિદ્યાધર સર્વાગ જેતે