________________
૧૩૮
બસ્મિલ કુમાર ગણી કરતાં તેમને જેવાનેજ હોય તેમ સૂર્ય માથા ઉપર આવ્યામધ્યાન્હ સમય થયે, જેથી કુમાર પોતાને ઘેર આવ્યા. ત્યાં સ્નાન કરી જમી પરવારી સાંજ પડવાની રાહ જોતો તે બેઠે.
પ્રિયા આમ વિનવયમાં બ્રહ્મચર્ય કેમ પાળે છે તે જાણવાને તે અતિ આતુર હતું, પરંતુ તે પ્રિયાને પૂછી શકે તેમ નહોતું. તે મજ પ્રિયાવગર તેને ખુલાસે બીજે કઈ કરી શકે તેમ પણ નહોતું. આ તે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ હતી; પણ ગીને ઉપકાર કરવા જતાં દેવતાએ પ્રસન્ન થઈને જે અંજન આપ્યું હતું તેને ઉપગ કરી નિશા સમયે અદશ્ય રહીને પ્રિયાનું વૃતાંત જાણવાને તે અધીરે થઈ રહ્યો હતે; છતાં તેટલો સમય પસાર કરવાને તે મિત્રોની સાથે ચપળ ચિત્તે ગેછી કરવા લાગ્યો.
પહેર રાત્રી વીતી ગઈ ત્યારે મિત્રોને રવાને કરીને પ્રિયાની માયા જેવાને આંખમાં અંજન આંજીને સિદ્ધની માફક અદશ્યપણે પ્રિયાના મકાનમાં તે ગયે, તો પહોર રાત્રી વીતેલી છતાં પ્રિયાને નિદ્રા વગરની તેમજ દીપકની માફક પ્રકાશ કરતી દીઠી. “આહા ! હજી પણ તે કેમ જાગતી હશે ?” એમ વિચારતાં કુમારે કનકવતીને બોલતી સાંભળી. “સખી ! કેટલી રાત ગઈ હશે ?”
આકાશ તરફ જતી દાસી બેલી. “હે વિચક્ષણે! સમય થવા આવ્યો છે, માટે ત્યાં જવાને વસ્ત્રાલંકાર સજીને તૈયાર થાઓ.”
તે પછી સ્નાન કરી ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરીને સેંથે પુરી કુંકુમનું તિલક કરી જાણે નવોઢા પત્ની પ્રિયતમને રીઝવવા જતી હોય તેમ તૈયાર થઈ ગઈ. આવી ચેષ્ટા જોઈને કુમારને કામ અને ક્રોધ સમકાળે ઉત્પન્ન થયા ને મુંઝાયા. “અહો ! આ શું ? કયા આશક પાસે જવાની આ તૈયારીઓ કરી રહી છે? મહાસતી જાણી મેં તેનું પાણિગ્રહણ કર્યું, તેનું વચન સરળ સ્વભાવે માન્ય રાખ્યું, તેનું આ ફળ? ખરે સ્ત્રીઓ તે દોષની ખાણજ છે. એની માયાને પાર કરું પામી શકે? દેષરૂપ અંધકારવાળી એવી સ્ત્રીજનને ધિક્કાર થાઓ કે જેઓ પોતાના પતિ સાથે પણ વિશ્વાસ પમાડીને ઠગાઈ ચલાવે છે. તેની આવી ચેષ્ટા જોતાં એ શિયાળવાળી છે એમ કેમ મનાય? એ