________________
૧૪૨
ધમ્મિલ કુમારુ બુદ્ધિ વંત મિત્રને રાત્રી સંબંધી હકીકત સમજાવી દીધી ને ઘુઘરીઓ એને આપી રાખી.
હંમેશની માફક વાર્તાલાપ કરતાં કુમાર અને કુમારીનાં ચિત્ત પ્રસન્ન થયાં. વાર્તાવિદ પૂર્ણ થયા પછી તેઓ સોગઠાબાજી રમવાને બેઠા. એક રમત પૂરી થઈ એમાં સ્ત્રી છતી; એટલે બીજી રમતની શરૂઆત થતાં પ્રિયાએ કહ્યું કે “ખાલી રમ્યા કરતાં કાંઈ શરત કરે તે ઠીક પડે.”
પ્રિયાનું આવું વચન સાંભળીને અવસર આવેલે જઈ કુમારે મિત્રની સામે જોયું– બંધ ! તારી પાસે કાંઈક હોય તે આપ, કે જેથી પ્રિયાની સાથે ખેલીને આનંદ મેળવું.”
આ થોડી ઘુઘરી છે, તે સિવાય બીજું કાંઈ નથી. કહો તે તે આપું.” મંત્રીપુત્રે કહ્યું “જે હોય તે આપ. જે સમયે જે ઉપયોગમાં આવે તેજ અમૂલ્ય !”
કુમારનું કથન સાંભળીને મંત્રીપુત્ર સાગરે પેલી ઘુઘરીઓ મૂકી દીધી. જે જોઈને કનકાવતી આભીજ થઈ ગઈ–
દિભૂઢ થઈ ગઈ. “આ મારી ઘુઘરીઓ એની પાસે ક્યાંથી ? રાત્રીને સમયે નૃત્ય કરતાં પડી ગયેલી જ એ કીંકણીઓ છે.” એના હૃદયમાં પ્રાસકો પડ્યો.
એને આકુળવ્યાકુળ જોઈને કુમારે કહ્યું-“મુગ્ધ ! આનંદદાયક આ પ્રભાતનો સમય છતાં વીછીએ ડંબેલાની માફક તું ઉદાસ કેમ છો ?”
દેવ ! આ કિંકણ શું આપે છે? એ તો મારીજ છે, ત'મારે એ મને આપવી જોઈએ, એને બદલે તમે એ કિંકીણી શરતમાં મૂકે છો?” કનકવતીએ ધિરજ ધરીને કહ્યું.
- કુમારે હસીને કહ્યું. “પ્રિયે ! એવું શું બેલે છે? જેમ આ કિકાણ તારી છે તેમ મારું આ આખું રાજ્ય શું તારૂં નથી? શું હું તારે નથી ! એવી રીતે સર્વે તારૂં છે, તે પછી શરતમાં
શું મૂકું ?”