________________
પરોપકારને માટે.
૧૩૫
તેઓ રાંકડા હોવાથી તારી સહાય વગર ટકી શકશે નહિ. માટે કુમાર ! તું ખળું ખેંચીને હું હેમ કરું એ સમયે સાવધ રહેજે.”
હું રક્ષક છતાં આપે લેશ માત્ર દિલમાં આશંકાં ધરવી નહિ. બેધડક આપનું કાર્ય આપ ચાલુ કરે. ગરૂડ જે આપણને આધિન હોય તે પછી ભુજંગને ભય શું રાખે?” એમ કહી કુમાર ઉત્તરદિશામાં ખળ ખેંચીને ઉભો રહ્યો. બીજા ત્રણ શિષ્ય ત્રણ દિશાએને સંભાળતા રક્ષણ કરવા ઉભા રહ્યા. પછી યોગીએ એક મંડળ કરીને એમાં એક મૃતક ગોઠવી તેના મુખને ફાડી તેમાં કુંડની માફક અગ્નિ સળગાવ્યા.
પ્રગટ એવા મંત્રનો ઉચ્ચાર કરતા યોગી એ અગ્નિકુંડમાં કBરનાં ફલ અને ગુગળની ગોળી હોમવા લાગ્યો, પણ એટલામાં શા કિની, ડાકિની કે ભૂત પ્રેતના ભયંકર આકારે ત્યાં પ્રગટ થવાથી એ ગુરુશિષ્યની હિંમત આગળ ચાલી નહિ. બ્રહ્માંડને ફાડી નાખે એ ભયંકર ધડાકે યેગીની આગળજ અચાનક થયે અને જમીન ફાડીને બીલમાંથી જેમ ભયંકર સર્પ બહાર નીકળે તેમ એકમેટ ભયંકર વૈતાલ બહાર નીકળી આવે. બળતી જવાળા સરખા એને મસ્તકે કેશ હતા અને તે બીલાડીના સરખા ચપળ નેત્રવાળે, અગ્નિ
વાળ સરખી ભયંકર મુખમાંથી વરાળ કાઢતો, ભાંગેલા ઘડાના જેવા ગાલવાળો, તાડ જેવી લાંબી ભુજાવાળે, ઉંટના સરખા
ધવાળે અને ખાંડણીઆ સરખા પગવાળો હતો. એવા વૈતાળના ભયંકર દેખાવથી કુમાર વગર ત્રણે શિષ્યો અને ગુરૂ ચૂપ થઈ ગયા. બીલાડીને જોતાં જે સ્થિતિ મૂષકોની થાય છે તેવી સ્થિતિ તેમની થઈ. એ કૂર વૈતાળ પોતાનો મુગર ઉચકીને મેગીને ધમકાવવા લાગ્યો રે દુષ્ટ ! કોની શક્તિથી મારી ભૂમિમાં તું મંત્ર સાધે છે? બોલ, મને આરાધ્યા વગર તારી મંત્રસિદ્ધિ કેમ થશે? પરવાનગી વગર પરભૂમિમાં આવવાથી કુતરાની માફક તું અપમાન પામીશ.” એના ત્રાસદાયક વચનોથી યેગી ક્ષેાભ પામ્યો, એટલે કુમાર પોતાની તલવાર ખેંચીને એની તરફ દોડ્યો. અને બોલ્યા. “અરે વૈતાળ ! એ ગીરાજ મારી શક્તિથી મંત્ર સાધે છે. તારો આ વાંસના ફાટવાથી થતા શબ્દોની માફક ફૂર વચનેથી હું ડરવાને નથી. જો તું