________________
મ્મિલ કુમાર.
૧૩૪
હાય તે ત્વરાથી ફરમાવે કે જેવડે આપની સેવા બજાવીને મારા જન્મ કૃતાર્થ કરૂં. ” કુમારે કહ્યું,
“ હે સામ્ય ! સાંભળ. મને ગુરૂમહારાજે એક મંત્ર આ પેલા છે, જેને સિદ્ધ કરતાં આજકાલ કરતાં આઠ આઠ વર્ષ વહી ગયાં છે. હવે એને સિદ્ધ કરવાની ચૌદશની તિથિ નજીક આવી છે. તે દિવસે રાતના એની શેષ ક્રિયાની પૂર્ણાહુતિ થશે, પણ તે સમયે એક ઉત્તમ ઉત્તરસાધકની જરૂર પડશે કે જેવા ઉત્તરસાધક પૃથ્વી ઉપર કોઇ મારા ધ્યાનમાં આવ્યે નહિ. આજે તને સત્ત્વવાનને જોઇને જેમ સૂર્ય ને જોઇને કમલ ખીલે તેમ મારૂં મન પ્રફુલ્રિત થયુ છે. તે માટે હું વીર ! તું મારા ઉત્તરસાધક થા, જેથી મને મંત્ર સિદ્ધ થાય, અને તારી કીર્ત્તિ નવેખડમાં ફેલાય.
“ આપ કહેા ત્યારે ચાઢશે આવીને આપની સેવામાં હાજર થાઉં. વધારે પ્રશંસાથી હવે સર્યું ” કુમારે કહ્યું.
,,
“આ આવતી અંધારી ચાઢશે પ્રહર રાત્રી વીત્યે ત્રણ શિષ્યાને લઇને હું મશાનમાં જઇશ, તમારે પણ ત્યાં આવવુ.”યેાગીએ કહ્યું. ચેાગીનું એ પ્રમાણેનું વચન અંગીકાર કરીને કુમાર પોતાના પરિવાર સાથે પેાતાને ઘેર ગયા.
હવે ચાદશના દિવસ આવ્યે ત્યારે પોતાના પિતાને કહ્યા વગર એકલે મિત્રાને પણ ન પૂછતાં કુમાર ચાલી નીકળ્યા અને સ્મશાનમાં આભ્યા. શસ્ત્રામાં ફ્કત એક ખડ્ગજ તેણે વજ્રમાં છુપાળ્યુ હતુ.
ત્યાં ભૂત, પ્રેત આદિ અનેક ચેષ્ટા કરી રહ્યાં હતાં. રાત્રી એ તે એમને મન સ્વર્ગનું રાજ્ય ! તેઓ રાત્રીને સમયે ક્રીડા કરવાને નીકળે છે. મૃત મનુષ્યનાં મસ્તકના તેઓ દડા કરે છે ને તેના ધડના દંડ તરીકે ઉપયાગ કરે છે, એવા ભયંકર ભૂતાવળની ચેષ્ટાથી નહિ ડરતા કાળી રાત્રીની ભયંકર ભાસતી સ્મશાનભૂમિમાં તે બેધડક ચાલ્યા આવ્યા. ગુરૂએ એને જોઇને હર્ષ થી વધાવી લીધેા. “ આવ! આવ ! વત્સ ! ” કુમાર ગુરૂની પાસે આવ્યા એટલે તેણે તેને કહ્યું“ હું ામ કરવા બેસું છું, ને મારા શિષ્યા કાર્ય કરવા આવ્યા છે; પણ