________________
૧૦ર
ધમ્મિલ કુમાર, તેની તરફ દોડ્યા હતા. જગતમાં આ અદ્વિતીય યુગલને જોઈને મુક્તકંઠે તેમની પ્રશંસા કરવા લાગ્યા. સ્ત્રીઓ આ સૌભાગ્યવાન સ્વામી મળવાથી કન્યાની પ્રશંસા કરવા લાગી. પુરૂ કુમારના વખાણ કરવા લાગ્યા કે “કેવી અદ્ભુત કન્યા મળી?” કેઈએ વિધિની લીલાને વખાણી કે “વાહ ! શું એણે પિતાની અભૂત કળા જગતને બતાવી છે?” ---
એવી રીતે પ્રશંસા કરતા લોકો કુમાર સહિત નગરમાં આવ્યા, રાજાએ એ નિમિત્તે માટે પ્રવેશ મહોત્સવ કર્યો. પ્રજાજને એ મહોત્સવમાં ભાગ લઈને પિતપિતાને ઘેર ગયા. પિતા સહિત કુમાર રાજમંદિરમાં ગયો. રાજાએ દીકરાને સર્વ સામગ્રીથી ભરેલું બીજુ રમ્ય મંદિર આપ્યું ત્યાં, એ નવીન યુગલ રહેવા ગયું. ત્યાં સુખમાં રહેતાં એ યુગલ એક બીજામાં પ્રીતિવાળાં હતાં પણ કુમાર પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે પ્રિયાના વ્રતને દૂષણ લગાડતો નહીં. તેઓ દિવસે પિતાના વ્રતને દોષ ન લાગે તેવી કીડા કરતાં હતાં, કિંતુ રાત્રીના સમયે એ પરસ્ત્રી હોય એમ સમજીને કુમાર હમેશાં
એનાથી દૂર રહેતે–એના મંદિરથી પણ પોતે દૂર રહેતો. કેટલાક દિલ્સે તે પ્રમાણે વહી ગયા.
એક દિવસ સૂર્યોદય થયા પછી કુમાર કનકાવતી સાથે ગોષ્ટીવિનેદ કરવાને આવ્યું, ને વિનેદમાં ને વિનેદમાં મધ્યાન્હ સમય થયો; એટલે ત્યાં જ સ્થાન કરીને જિનેશ્વરને પૂછ જેટલામાં કુમાર ભજન કરવાને તૈયારી કરે છે, એટલામાં એક યેગી ત્યાં આવ્યું. એ ગીએ શરીર ઉપર રાખ ચળી હતી, એના હાથમાં દંડ ને કમંડળ હતું. દીપડાના ચર્મને વસ્ત્ર માફક ઓઢીને જાણે પ્રેતને નાનો ભાઈ હોય એ ભયંકર જણાતે તે કુમાર પાસે સહસા આવીને કહેવા લાગ્યું. “કુમાર ! મારા ગુરૂ ભૈરવાચાર્ય અહીં નજીકના વનમાં તમને યાદ કરે છે. શા માટે યાદ કરે છે એ તે હું પણ જાણતો નથી.” એમ કહીને જે તે પાછો ફર્યો, એટલામાં કુમારે તેની પાછળ જઈને કહ્યું કે “તમારા ગુરૂવર્યને કહેજો કે પ્રભાતમાં હું જરૂર આવીશ.” મેગી પ્રત્યુત્તર સાંભળી સંતોષ • પામીને ચાલ્યો ગયો.