________________
પરોપકારને માટે.
૧૩૫ જેમ વણિક રત્નાદ્રિથી મણિરત્નને મેળવે તેમ પ્રિયાને મેળવીને કુમાર પરિવાર સાથે પોતાના વતન જવાને નીકળે. રાજા રાણી કેટલેક લગી વળાવવાને સાથે ગયા. છેવટે છુટા પડવાને સમય આવ્યો ત્યારે માતપિતાએ રડતાં રડતાં પુત્રીને શિખામણ આપી. રેતી પુત્રીને ખોળામાં બેસાડી તાતે તેણુને ધીરજ આપી. “દીકરી! તું અમારી આજ્ઞા પાળક છે, સુગુરૂની શિખ્યા છે, જેથી અમારે તને કાંઈ શિખામણરૂપે કહેવું એ છે કે નિરર્થક છે, છતાં પણ હવે તે પિતૃગૃહ તજીને સાસરે જાય છે, એ ખાસ ધ્યાનમાં રાખજે. માતાપિતાની માફક સાસુ સસરા તથા વૃદ્ધ વડીલજનોની સેવા કરજે. પતિ ઘેર આવે તે ઉભા થઈને તેને આસન આપવું, તેના શયન પછી સૂવું, વડીલજનોની ઉચિત મર્યાદા સાચવવી, તેના જાગ્યા પહેલાં જાગૃત થવું, તે જે પ્રસન્ન થાય તે પણ એ રહેમને દુરૂપયોગ ન કરે, નોકરચાકરને તિરસ્કાર ન કરે, પિતાના પતિ સિવાય અન્ય પુરૂ સાથે કામ પૂરતું જ બોલવું, કાર્ય વગર પારકે મંદિરે જવું નહીં,વળી સાસુની સેવા કરવી, પતિ ઉપર ભક્તિ રાખવી, કુંટુંબીવર્ગ–સગાસંબંધી પ્રસન્ન રહે એમ વર્તવું, સ્વામીના મિત્રો તરફ પ્રીતિ રાખવી.” ઈત્યાદિક શિખામણ આપીને માતાપિતા પિતાના પરિવાર સાથે રડતે હૈયે પાછા ફર્યા, અને પ્રિયા સાથે ગુણવર્મકુમાર પોતાના સૈન્ય સહિત હસ્તિનાપુર તરફ પ્રયાણ કરી ગયા.
પ્રકરણ ૨૩ મું.
પપકારને માટે.” ગુણવર્મા અનુક્રમે હસ્તિનાપુર નગરને સીમાડે આવી પહોંચે. ચર માણસે દ્વારા રાજાને પોતાના પુત્રના આગમનની જાણ થતાં ચંદ્રિકાને જોઈને જેમ સાગર ખળભળે-ઉલ્લાસ પામે તેમ એનું હૃદય પ્રસન્ન થયું ને કેટીજને સાથે મેસ મહત્સવપૂર્વક પિતા પુત્રને ભેટ્યો. ઘણુ પુરૂષ અને સ્ત્રીઓ પોતાના એ બાળ રાજાને જેવાને