________________
ગુણવર્મા.
૧૨૯ . “એ સિહની પાસે તે સિંહણ શોભે ને હું તે બળ વિનાની અબળા. કહે, મારે ને એને મેળ કેમ મળે?” દાસી તે સાંભળીને આગળ ચાલી.
“જે આ મગધાધિપતિ મહાબલ રાજા ! જેની કીર્તિ ભાટ ચારણો રાત દિવસ ગાયાજ કરે છે; જેણે પિતાના અદ્વિતીય અધર્યવડે પપકાર દષ્ટિથી લેકેનાં ગ્રહ પણ ધનધાન્યથી ભરીને રાજગૃહ જેવા કરી મૂક્યા છે, એવી અતુલ્ય સંપદાના ધણીને પામીને સુખી થા.”
એ મારે તાત સમાન પ્રણામ કરવાને ગ્ય છે.” તેમ સાંભળીને પ્રતિહારિણું આગળ ચાલી. “સકળ કળાનો નિધાન આ કાશી દેશને વીરસેન રાજા. ખચીત તે તારે વરવાને ગ્ય છે. પંડિત અને દેવતાઓને પણ વલ્લભ એવી આ રાજાની કીર્તિરૂપી ગંગા શંખની માફક શ્વેત વર્ણવાળી થઈને સમુદ્ર પર્યત પહોંચી ગઈ છે, એવા આ રાજાને તારી વરમાળા આરોપ.”
હે માત ! એ દેહે તો કાળ છે, છતાં તેની કીર્તિ ઉજવળ કેમ થઈ ગઈ વારૂ ? પ્રાય: કરીને જે શરીરે કાળે -શ્યામ સ્વરૂપ હોય તે હૃદયનો પણ તેજ હોય.” કુંવરીનું ધીમેથી આવું વચન સાંભળીને દાસી આગળ ચાલી. “જે આ સૌરાષ્ટ્ર દેશને સૂર રાજા. જેને ભંડારીની માફક નિરંતર સંપદાઓ સમુદ્ર અર્પણ કરે છે. દુર્ભવ્યને દુઃખે પામવા ગ્ય શત્રુ અને ગિરનાર પર્વતે જેના રાજ્યમાં સ્થિરતા કરીને રહ્યા છે, તું પણ આવા પતિની સાથે સુખે સુખે તીથોને નમી શકીશ. ”
અરે મા ! એ સિરાષ્ટ્રવાસીને રાત્રીના નિદ્રા કયાંથી આવતી હશે કે જ્યાં નજીકમાં જ સમુદ્રની ભયંકર ગર્જનાઓ ગાજી રહેતી હોય?”
એવી રીતે દાસીએ સર્વે રાજાઓનાં વર્ણન કર્યા, છતાં કુમરીના ધ્યાનમાં એક પણ રાજા આવ્યો નહિ. તેનું મન પણ કઈમાં લેભાણું નહિ. જેથી રાજાને–તેના પિતાને ખેદ થયે. અનુક્રમે તે ૧૭