________________
૧ર૭ ;
ગુણવર્મા. હૃદય જેવો હાર અને સંદેશો આપીને કુમાર પાસે મેકલી. કેઈ અજાણી દાસી પિતાને મળવા આવે છે એમ જાણું આશ્ચર્ય પામતા કુમારે પિતાના સ્વજનેને દૂર કરીને એકાંતમાં તેને મળવાને બોલાવી. તેના આગમનને હેતુ પૂછ. તેના જવાબમાં વૃદ્ધાએ જણાવ્યું કે “ કુમાર ! મારી પુત્રી રાજકુમારી કનકવતીએ તેમારી પરીક્ષા કરીને આ હાર મેકલવાના મિશે તમને વરવાને નિશ્ચય કર્યો છે. પ્રભાતમાં વરમાળા આપના કંઠમાં આરપાશે, તેની ખાત્રીને માટે આ હાર આપના કંઠમાં એ બાળા અત્યારેજ અર્પણ કરે છે. પણ હું વિજ્ઞ! તે પહેલાં તેની એક વિનંતિ તમારે સ્વીકારવી પડશે.”
- અમૃતથી પણ અધિક મીઠાશવાળાં એ મધુર વચનનું શ્રવણ કરત-પાન કરતા કુમાર છે . તે વિનંતિ શું છે?”
“તે એજ કે આપણે વિવાહ થયા પછી કેટલાક દિવસ પર્યત હું બ્રહ્મચર્ય પાળીશ; છતાં આપે મારા ઉપર મંદ નેહવાળા થવું નહિ. આ અપૂર્વ નેહ, કડા કરવા ગ્ય સમાન નવીન તારૂણ્ય તથા પ્રાર્થના છતાં આમ શા માટે કરવું? એવું જાણવાની તમારી આકાંક્ષાને પણ હું તરતમાં પૂર્ણ કરીશ નહિ, પરંતુ સમય આવતાં તમે તમારી મેળે તે જાણી શકશો.” આ પ્રમાણેનું તે ધાવમાતાનું વચન સાંભળીને કુમાર છે. એ જીવિતેશ્વરીનું વચન હું કયારે પણ લેપીશ નહિ.” એમ કહીને તે વૃદ્ધાને વિશ્વાસ પમાડ્યો. " કુમારનાં વચન સાંભળી સ્વસ્થ થયેલી દાસીએ કનકાવતીના હૃદયસમ એ હાર કુમારને પ્રેમની પ્રથમ નિશાની તરીકે અર્પણ કર્યો. અને ખુશીની વધામણું દેવાને તેણે પિતાને ઠેકાણે ચાલી ગઈ. રાજકુમારીને એ ખુશીનો સંદેશે કહી સંભળાવ્યો, તેથી તે ણીનું હૈયું બહુ પ્રસન્ન થયું. - એ શ્વેત અને શાંતિ કરનારો મુકતાફળને હાર રાજકન્યાને વિગે કુમારે તત્ક્ષણ હૃદય ઉપર ધારણ કર્યો, જે તેના વિરહાનળના તાપને નાશ કરનારે થયો.
પ્રાત:કાળે સૂર્યોદય થયા પછી સર્વે રાજાઓ અને રાજકુ