________________
ગુણવમ.
૧૨૫ દિશાએ ચાર દરવાજા કરાવ્યા છે. એવી રીતે રાજાએ મંડપની તૈયારી કરીને ચારે દિશાએ દેશપરદેશના રાજા અને રાજકુમારોને બોલાવવાને માટે દૂતોને મોકલ્યા છે, અને આપને પુત્ર સહિત આમંત્રણ કરવાને માટે મને મેક છે. તેથી પ્રસન્ન થઈને આપ જલદી મોરી સાથે ચાલે. આપના ચરણેવડે અમારું નગર પાવન કરો.” પ્રધાનનું એ કથન સાંભળીને રાજા વિચારમાં પડ્યો કે “હું હવે વૃદ્ધ થયો છું, જેથી મારે તે વ્રતમાંજ રક્ત રહીને આત્મસાધન કરવું જોઈએ, તેને બદલે પાણિગ્રહણ કરવું અથવા તે એવા મંડપમાં બેસવું એ શું મને યોગ્ય છે?” એમ વિચારી રાજા પિતાની જરા અવસ્થા અને મંત્રીનું કથન સાંભળીને વળી મનમાં વિચારવા લાગ્યું કે “હવે એ સુંદરી તે ગુણવર્માને જ યોગ્ય છે, અને મારે તો ગુફામાં રહીને આત્મસાધન કરવું તેજ શ્રેયકારી છે.” એમ ચિંતવી પ્રધાનનો સત્કાર કરીને તેની સાથે પરિવારયુક્ત પિતાના પુત્ર ગુણવર્માને શુભ મુહૂર્તે મોકલ્યા. અનુક્રમે પ્રયાણ કરતાં શ્રીષેણ રાજાની સરહદમાં તેઓ આવ્યા, ત્યારે રાજા પોતે જ તેના ગુણથી આકર્ષાઈને તેની સામે આવ્યો અને તેને યેગ્ય ઉતારે આપી તેનું સન્માન કર્યું. એવી રીતે જે જે રાજાઓ પિતાના દેશથી આવતા ગયા તેમને પ્રવેશ મહોત્સવવડે જુદા જુદા ઉતારામાં ઉતાર્યા.
હવે સ્વયંવરને દિવસ નજીક આવતો હોવાથી સ્વહિતની અભિલાષી રાજકન્યા કનકાવતી વિચારવા લાગી કે –“સારું ખોટું જાણવામાં અસમર્થ એવા મારા પિતાએ મારી ઉપરની અતિ કૃપાદ્રષ્ટિથી સ્વયંવરમંડપ રચા. પિતા માણસની પ્રગટ પરીક્ષા કરવાને સંપૂર્ણ સાધનો છતાં પિતાને માથેથી ભાર ઉતારી મને સેપે છે. વળી તેઓ સર્વે વાત જાણતાં છતાં રાજાઓના અંતરના ગુણદોષ જાણી ન શકયા, તે હું ઘરના ખુણામાં રહીને તેમના ગુણદોષને કેમ જાણું શકીશ? કેમકે મલ્લ પુરૂષ જેમ વિજયલક્ષ્મીને ઈચ્છતા યુદ્ધમાં મલ્લ તરીકે ઝળકી નીકળે છે તેમ સર્વે રાજાઓ અને રાજકુમાર ઉત્તમ વસ્ત્રાભૂષણે સજીને તે સમયે તે પિતાનું વાગચાતુર્ય બતાવવા માટે ચારણે પાસે પિતાની કીર્તિના યશગાન કરાવશે. એવી સ્થિતિમાં હું તેમના ગુણદોષની પરીક્ષા