________________
૧૨૪
ધમ્મિલ કુમાર- રાજાએ હુકમ કર્યો-“તેમને સન્માન સહિત અંદર તેડી લાવ.”
સંત્રી તેને અંદર તેડી લાવ્યા. રાજાને નમસ્કાર કરીને તે મંત્રી ઉભો રહ્યો. પછી નજીકમાં આસન રખાવ્યું હતું તે ઉપર તેને બેસાડ્યો. એક બીજાના કુશળવર્તમાન પૂછયા. તે પછી મંત્રીએ કહ્યું
મહારાજ! અમારા સ્વામી શ્રીણરાજાને કનકવતી નામે કનકના જેવી કાંતિવાળી કન્યા છે. સ્ત્રીની ચોસઠ કળામાં નિપુણ, વિદ્યાથી પરિપૂર્ણ, અલંકાર વગર પણ ગુણાલંકારથી શોભાયમાન એવી તેણીને વન અવસ્થામાં આવેલી જોઈ અમારા રવામી તેને માટે ચોગ્ય વરની ચિંતામાં પડ્યા. “અરે ! આ રૂપરત્નની ખાણ, ને ગુણલક્ષ્મીની મંજુષા જેવી મારી પુત્રીને સ્વામી કેણુ થશે?” એમ વિચારી તેમણે મંત્રીને પૂછયું. “પ્રધાનજી! પઢિની જેમ સૂર્યને વરી છે તેમ મારી પુત્રીને યોગ્ય વર કેણું થશે ?”
“હે નાથ ! જગતમાં ઘણય કન્યાઓ છે પણ આવી સ્વરૂપવાન કન્યા તો મેં કયાંઈ જોઈ નથી. વિધિએ તેને આવું રૂપ, સૌભાગ્ય, કળા આદિ આપ્યું છે તો તેને માટે ગ્યવર પણ તે જ વિધિઓની હશે. કન્યાને અમુક વર સાથે પરણાવવા કરતાં તે એને માટે સ્વયંવરમંડપ રચાવો કે જેથી તેનું પુણ્ય પિતાને ગ્ય વર શોધી લેશે.” રાજાએ પણ અખંડ સ્વામીભક્ત એવા મંત્રીનું વચન માન્ય કર્યું, કેમકે રાજાનાં ખરાં નેત્રે તે પ્રધાન જ હોય છે, બાકી અંગના નેત્રે તે માત્ર શરીરની શોભાને માટે જ છે.
રાજાએ શિલ્પીઓને બોલાવી એક મનહર સ્વયંવરમંડપ બંધાવ્યું. એ મંડપના ચિત્રામણમાં નાચ કરતી વારાંગનાઓને જોઈ પ્રેક્ષકનાં ચક્ષુ પિતાનું ચાપલ્ય છોડી દઈને સ્થિર થઈ જાય છે. મથાળે ફરતી સુંદર વજાઓથી આવતા જતા મુસાફરોનો પરિશ્રમ તેને જેવાથી દૂર થઈ જાય છે. સ્તંભેમાં કરેલી ચિત્રવિચિત્ર રચનાના પ્રતિબિંબ નીચે ફટિક ભૂમિ ઉપર પડવાથી ચિત્ર વિના પણ તે ભૂમિ ચિત્રવાળી થઈ જાય છે. નીચેની જમીન સ્ફટિક રત્નથી જડી લીધેલી હોવાથી દૂરથી સરેવરના પાણીની સપાટી માફક શોભે છે. સ્વયંવરમંડપમાં રાજા અને રાજપુત્રોને બેસવાને યોગ્ય સુંદર મંચાઓ ગોઠવવામાં આવ્યા છે. મંડપની ચારે