________________
ધર્મ દેશના.
૧૧૩
પ્રકરણ ૨૦ મું.
ધર્મદેશના.” “ઉજજડ ખેડાં ફરી વસે, નિધનીયાં ધન હોય;
ગયાં ન જોબન સાંપડે, મુવા ન જેવે કેય.
આ પારાવાર રહિત અસાર સંસારમાં મહામેહરૂપી જલિમ શત્રુએ જગતના સર્વે જતુઓને પોતાને વશ કર્યો છે. મૂઢ પ્રાણીઓ રાગદ્વેષને આધીન થઈને સંસારમાં એવા તે બંધાઈ ગયા છે કે મદિરાથી ઉન્મત્ત માણસ જેમ ભાનરહિતપણે વ્યવહારને સમજતો નથી––મે હેનના સંબંધને પણ સમજતો નથી, તેમ મેહમાં મુંઝાયેલ પ્રાણુ ધર્મકાર્યમાં સાવધ થતું નથી. સંસારમાં રાગ એ પ્રાણીને મેટામાં મોટો શત્રુ છે. રાગને પરવશ પડેલા જી દેશ વિદેશ રખડે છે. અનેક પ્રકારનાં કલેશ, દુ:ખો રાગને વશે સહન કરે છે. રાગને આધીન થઈને સુવર્ણનંદી સોનારે પ્રજવળતી અગ્નિમાં પ્રવેશ કર્યો. રાગને વશ પડીને બારમે ચકી બ્રહ્મદત્ત સાતમીમાં રહ્યો રહ્યો હા ચારૂમતી !” “હા! ચાફમતી !”નામના પોકાર પાડી રહ્યો છે, અને ચારૂમતી “હા બ્રહ્મદત્ત !” “હા બ્રહ્મદત્ત !” એવી બમ છઠ્ઠી નારકીમાં રહી રહી પાડે છે. વિધિ વિચિત્ર છે કે અનેક પ્રકારનાં દુઃખો વિદ્યમાન છતાં મનુષ્યને રાગનો બંધ ત્રુટતો નથી. રાગને વશે પ્રાણીઓ વિષ ભક્ષણ કરે છે, નદી સમુદ્રમાં પડીને ડુબી મરે છે, પર્વત ઉપરથી કે વૃક્ષ ઉપરથી ઝંપાપાત કરે છે, કુવામાં પડીને મરે છે, મરવાને માટે અનેક પ્રયત્ન પણ કરે છે. અરે ! રાગને વશે પ્રાણું અગિયારમે ગુણઠાણેથી પડીને હેઠલ જતો રહે છે. કામરાગ, સનેહરાગ, અને દષ્ટિરાગ એ જગતમાં પ્રાણીના મોટામાં મોટાં બંધન છે. તેમાં પણ દષ્ટિરાગવાળો માણસ તો પિતાને અને પરને મુલે વિચાર કરતો નથી. અતિ રાગે કરીને વિજયપાલ રાજા ઘેલે થયો. હે પ્રાણીઓ! તે તમે સાંભળે.
પુરીમતાલપુર નગરીમાં પૂર્વે વિજયપાલ નામે રાજા હતે. એક દિવસ તે રાજ ચવાડીએ ફરવા નીકળ્યો. ત્યાં નગરમાં
૧૫