________________
૧૧ર
ધમ્બિલ કુમાર વિષ ભક્ષણ કર્યું, તે દેવતાએ તેનું ઝેર અપહયું. વૃક્ષ ઉપર ચઢીને યાહામ પડતું મૂકયું, તો નીચે દેવતાએ ધૂળને ઢગલો કરી તેને બ ચાવી લીધો. એમ કરવાના અનેક ઉપાય કર્યો પણ વ્યંતરદેવતાએ તે સર્વ વ્યર્થ કરી નાખ્યા. પછી અદશ્ય રહીને તે દેવતા છેલ્ય–અરે મનુષ્ય ! શા માટે મે તને ઈચ્છે છે? મરવાનું સાહસ કેમ કરે છે ?”
“અહોતમે કેમ છો? મારી જેવા પાપીને મેતથી શા માટે બચાવે છે?”
હજી જગતમાં તારે કંઇક નવીન રંગે અનુભવવાના છે તેથી.”
હા, ખરી વાત છે, હજી મારે આવા કઈક કલેશે ભેગવવાના હશે, ખરુંને?”
ગમે તેમ પણ તારે હમણાં મરવાનું નથી, એવું વિધિનું વિધાન છે, તેથી જ હું તને બચાવું છું.”
મારે ત્યારે આવી નિર્ધન સ્થિતિમાં હવે શું કરવું?”
“તું સ્નિગ્ધ વન તરફ જા. ત્યાં કલ્પવૃક્ષ સમાન એક મુનિરાજ હાલમાં દેશના દે છે, તેમનાથી તારી ચડતીની શરૂઆત બીજ રોપાશે. તે પૂજ્ય ગુરૂરાજ તને દુઃખ દૂર કરવાને-પાપને નાશ કરવાને ઉપાય બતાવશે.”
જેવી વિધિની મરજી. ” ધમ્મિલના નિરાશ હદયમાં કાંઈક આશા આવીને તે દેવતા અદૃશ્ય થઈ ગયે. “અહા! વિધિ કેવું બળવાન છે? માણસનું ધાર્યું શું થાય છે? હજી પણ ભવિષ્યમાં શી શી ઘટના બનવોની હશે એ ભવિષ્યના અંધકારમય પડદામાં જેવાની કેની શકિત હશે?” ઈત્યાદિક વિચાર કરતા તે સ્નિગ્ધ વન તરફ ચાલ્યા .