________________
ધમ્મિલ કુમાર. “કેમ વારૂ તે અહીંયાં ન રહી શકી?” તેણે ફરીને પૂછયું.
“અહીં રહીને શું કરે ? ઘર, વખાર, દુકાન વગેરે વેચીને તેનું નાણું કર્યું. તે પણ એ યશોમતિએ ધણુને મેકલી આપ્યું. ઘરમાં કાંઈ ન રહ્યું ત્યારે તે હારીને માતાની પાસે ગઈ.” વિપ્રનાં એ પ્રમાણેનાં વચન સાંભળીને વજાથી જાણે હણાયો હોય તેમ ધ– મ્મિલને મૂછ આવી, બેભાન થઈને તે ઢળી પડ્યો. વિપ્ર તે મુંઝવણમાં પડ્યો. “અરે ! આ કઈ પરદેશીને શું થયું ? રખે મરી જશે તે વળી મારે મોટી પંચાતીમાં ઉતરવું પડશે!” પંખ નાખી હાડે પાણી છાંટી તેની મૂછ વાળવાને તેણે પ્રયત્ન કર્યો. થોડીવારે ધન્સિલની મૂછ વળી. “ભાઈ ! તમને આ શું થયું? શું તમારે એમની સાથે કાંઈ સગપણ છે કે ?”
હા ભાઈ! છે. મને પણ કાંઈ લાગે વળગે છે.” વાતને ટુંકી કરીને તે ફરીને પૂછે તે પહેલાં તે તેની પાસેથી તેઝટ ચાલ્યો ગયે. નગરની બહાર એક તળાવને કિનારે આવ્યા. ત્યાં માતાપિતાનું સ્નાન કરીને પછી નિર્મળ થોડુંક પાણી પીધું, વડલાના મોટા તરૂવરની નીચે સૂતો, ક્ષણ ભર નિદ્રા લીધી. વળી પાછો જા. હૃદયમાં લાગી આવવાથી પોકે પોકે રડ્યો. અત્યારે પોતે એકલે હતો. તેની . સરભરા કરવાને વસંતતિલકા તેની પાસે નહતી. તેને રડતાં છાના રાખે તેવું કઈ પાસે નહોતું; કેમકે યશામતિ પિયર હતી. માશુક વસંતતિલકા પિતાનું મંદિર હતી. જગતમાં જ્યારે વિધિ વક થાય છે ત્યારે અંતરના માણસને પણ વિધિ પહેલેથી જ દૂર કરે છે. જગતું પ્રસિદ્ધ શ્રીકૃષ્ણ જેવાને દ્વારિકાનો દાહ પિતાની નજરે જે પડ્યો, પોતાનાં માતાપિતા પોતાની નજર આગળ બળીને મરણ વશ થયાં છતાં એ મહાભૂજ કૃષ્ણ ને બળભદ્ર તેમને બચાવી શકયા નહિ. જે કૃષ્ણ કાળને વશ કરી શકે એવા મહા સમર્થ પુરૂષ હતા તે પણ ત્રણ ખંડનું રાજ્ય, એ યાદવ, એ સમૃદ્ધિ, એ વિલાસે સર્વ કંઈ વિધિવશે ઈ બેઠા. પોતાની નજર આગળ વાસુદેવપણાનું સૂચન કરનારાં રત્ન પણ અદશ્ય થયાં, એ સળ સેળ હજાર રાણઓ ને આઠ પટ્ટરાણુઓ, હજારો પુત્ર પત્ર તેમાંથી એકપણ પાસે ન રહ્યો. એકાકી વાસુદેવ અને બળદેવ બંને પાંડને