________________
અરે ! આ શું થયું?
૧૦૦ દાસી થઈને રહે અને ધન ખુટયું કે બસ ! ખેલ ખલાસ ! વેશ્યા, વાઘ, અગ્નિ, રાજા, અહિ-સ", એ કેઈની સાથે સ્નેહ કરતા નથી. તાતે દ્રવ્ય ન મોકલાવ્યું જેથી આવી સ્થિતિ થઈ ફજેતી થઈ.” એમ વિચારના વમળમાં ચડ્યો, પણ વિચાર કરે કાંઈ વળે તેમ નહોતું. તરતજ ઉઠીને બેઠો થયે–ઉભું થય. કચર ખંખેરી પિતાનાં વસ્ત્રો ઠીક કર્યા, અને શહેરને રસ્તે નગરમાં આવ્યું. અનુક્રમે તે પોતાને ઘેર આવ્યું, તે શૂન્ય ઘર જોયું, વિચારમાં પડ્યો. માતાપિતા ક્યાં ગયાં હશે, આસપાસ રહેલા એક પાડેસીને પૂછ્યું. પાડેસી બ્રાહ્મણ હતે. “ભાઈ ! આ ઘરમાં સુરેંદ્રદત્ત શેઠ રહેતા હતા તે ક્યાં ગયા વારૂ ? ” નિરાશ ચિત્તે ધમ્મિલે પૂછયું. હૈયું તે ધડક ધડક ધડકી રહ્યું હતું. તેને જવાબ સાંભળવાને તેનાં નયને અતિ આતુર હતાં. પોતે પણ શ્રમથી થાકી ગયેલે તે હજ. પિતાના ઉપર વિતેલા આજના વીતકથી તે બહુ નાસીપાસ થયે હતે.
તમે કોણ છે? આ શેઠને માટે કેમ પૂછે છે ભાઈ?” તે વિપ્ર બોલ્યા. તેના બોલવામાં કાંઈક મશ્કરી હતી.
મારે જરૂર છે. ભાઈ! તે અત્યારે ક્યાં ગયા છે? ઘર કેમ બંધ જણાય છે વારું?”
અરે ભાઈ! શું એની વાત કહું? એ શેઠને એક કપુત પુત્ર હતું, જે રાત દિવસ વેશ્યાને ત્યાં ને ત્યાંજ પડી રહેતો હતો, અને ઘરેથી ધન મંગાવી મંગાવીને વેશ્યાનું ઘર ભર્યો જતો હતે. એમ કરતાં કરતાં શેઠના ઘરમાંથી ધન ખૂટી ગયું અને માતાપિતા એ વંઠેલ દીકરાના પાપમાં ને પાપમાં દેવલેકે ગયા, ઘર ઉજડ થયું.”
અરે! શું એ બધાં મરી ગયા ત્યારે તેમના દીકરાની વહુ ક્યાં ગઈ?” ધડકતે હૈયે તેણે વિપ્રને પૂછયું.
ધમ્મિલની સ્ત્રી માટે પૂછો છો ભાઈ?” હા, ભાઈ !”
“તે તે સાસરિયાનું સ્નાન કરીને પિયર ગઈ. પોતાના માબાપને ઘેર ગઈ. ”