________________
૧૦૮
પ્રકરણ ૧૯ મું.
-
“અરે ! આ શું થયું?” “ક્યા કરે ચાહને વાલેકા ભરોસા કોઈ
જગતમાં કીસીકા હેતા નહિ કોઈ.” લગભગ પ્રહર દિવસ ચાલ્યો હતે. સૂર્યનારાયણે પોતાની પ્રભા ફેલાવી જગત ઉપર પોતાની સત્તા જમાવવા શરૂઆત કરી દીધી હતી. દિવસના ભાવને જણાવનારાં પંખીઓએ કેકારવ કરીને આખું વન ગજાવી મૂકયું હતું. તે વખતે કંઇક મદિરાને કેફ ઉતર્યો અને પંખીઓના કલાહલવાળા શબ્દો તેમજ સૂર્યની ગરમીથી ધમ્મિલની આંખ ઉઘડી ગઈ. તે પોતે ક્યાં ક્યાં પડ્યો છે તે જોવા લાગ્યું. શું પોતે સ્વમામાં તે નથી? આંખો ચોળી, આસપાસ નજર કરી, “ના, ના, સાક્ષાત હું જાગૃત અવસ્થામાં જ છું. ત્યારે આમ કેમ? હું કયાં સુતા હતા અને અત્યારે કયાં છું? એ વસંત ! એ ચિત્રશાળા ! એ રમણીય છત્રપલંગ ! એ બધું ક્યાં ગયું ? તેને બદલે મારી કાયા તે કચરાથી ખરડાયેલી છે. પલંગને બદલે આ ખડબચડી પૃથ્વી છે અને મહેલને બદલે આ તે ગાઢ ઝાડી રહેલી છે. ત્યારે આ શું થયું ? આ સ્વનું તો નથી જ. સાચે સાચ હું જાગૃત છું; પણ હાં, હાં, હવે સમજાયું ! વેશ્યાજાતિ દ્રવ્યની જ સગી હોય છે, હું નિધન થયે જેથી એ રાંડ અક્કી–ડોશીએ મને કાઢવાનો આ તાગડો રચ્યો જણાય છે. તેણે મારા શરીર ઉપરથી આભૂષણે પણ ઉતારી લીધાં છે. કેવી મારી ફજેતી કરી છે. અહો ! ધિગ મામ! મારા જેવા વેશ્યાવિલાસી પુરૂષોને ધિક્કાર છે ! આજ સુધી દ્રવ્ય લાવી લાવીને મંગાવી મંગાવીને એનું ઘર ભર્યું, તે પણ આખરે તે આ દશા થઈ! અથવા તે વેશ્યા કોની સગી થઈ છે ? છતાં મારા જેવા મૂખ પુરૂષ તેને પોતાની માનીને ઘર ખાલી કરે છે–તેમાં આસક્ત બને છે. દ્રવ્ય ખુટયું કે ઉપરથી જુત્તાના માર ખમે છે. વેશ્યાના યાર ! સદા ખુહાર ! કાંટાના બિછાના ! જુત્તાના માર ! એ કહેવત કાંઈ ટી તે નથી જ. દ્રવ્ય હોય તે ચરણમાં પડતી આવે,