________________
દુઃખની બે વાત.
૧૧૯ તે કેને પડી હેય? સમર્થ છતાં સર્વ કોઈ પોતપોતાના સ્વાર્થમાંજ મસ્ત રહેનારા હોય છે. વિરલા જનેજિ બીજાનું દુઃખ ભાંગનારા, હોય છે. ભરસમુદ્રમાં ડૂબનારને હાથ ઝાલવાને કોણ સમર્થ છે? નિ:સ્વાર્થપણે સ્નેહ રાખનારા એવા સમર્થ પુરૂષે તે વિરલા જ હોય છે. કરેલા ગુણને જાણનારા પણ જગતમાં વિરલા જ હોય છે. પારકાના દુઃખે દુઃખ ધરનારા અને અંતરમાં સંતાપ કરનારા પણ અલ્પ હોય છે. આ ભવમાં જેણે દુઃખ જોયું નથી, દુઃખ શું છે તે સમજતા પણ નથી, એવા સુખી પુરૂષે બીજાનું દુઃખ શી રીતે મટાડી શકે ? વસ્તુની જેને પરીક્ષા નથી તે શું તેની કિંમત કરી શકશે? દુ:ખીને દેખીને જેના દિલમાં દયા ઉત્પન્ન થતી નથી-હૃદયમાં કઈ પણ પ્રકારની લાગણું નથી, એવા માણસ આગળ વાત કહેવાથી પણ શું ?” ધમ્મિલે હદયના ઉંડાણમાં રહેલી દુઃખની ઉર્મિઓ કાંઈક બહાર કાઢવા માંડી.
કુમાર ! હું પણ તારા જે એક વખત દુઃખી હતો, દુઃખ શું છે તે હું જાણું છું-વળી દુઃખ મેં અનુભવ્યું પણ છે. દુ:ખીને દુઃખ કહેવાથી તારું દુઃખ ઓછું થશે-તને ધીરજ વળશે. વળી જે દુ:ખ હરવાને અસમર્થ છે તેની આગળ દુઃખ ગાવાથી શું ? એમ પણ તારે સમજવું નહિ, કેમકે તારા સંકટને નાશ કરવાને હું સમર્થ છું, માટે કહે તારે શું દુઃખ છે? 'મુનિએ પિતાની પૂર્વ સ્થિતિનું સ્મરણ કરાવી વર્તમાન સમયમાં પણ પિતાની દુઃખહરણ કરવાની શક્તિ સૂચવી.
આહા! ભગવન! આજે મારે તે કલ્પતરૂ ફળે, ભૂખ્યાને મનગમતું ભેજન મળ્યું, તરસ્યાને અમૃત મળ્યું, આપને દીઠે મારે આંગણે તો સેનાના સુરજ ઉગ્યા, અમૃતના મેઘ વરસ્યા, ભયંકર રેગમાં સડતાને રેગને નાશ કરનારનાડીવૈદ્ય મળે તેમ આજે સંસારરૂપી રેગથી ગસ્ત થયેલા મને આપ જેવા નાડીવૈદ્ય મળ્યા. ભગવદ્ ! કુશાગ્રપુર નગરમાં સમૃદ્ધમાન સુરેંદ્રદત્ત શેઠને હું પુત્ર છું. એગ્ય ઉમરે અધ્યાપક પાસે સર્વે જ્ઞાનકળા ભણીને વનવય પાપે અનુક્રમે વેશ્યાને ઘેર રહો, અને તેની સાથે પ્યારમાં પડ્યો. જ્યાં સુધી વેશ્યાને ધન મળ્યું ત્યાં લગી તો વેશ્યાને ત્યાં પડ્યો