________________
દુઃખની બે વાત સચોટ અસર કરીને રહ્યો છે. ભગવન્! એ લાગેલો રંગ આ ભવમાં તે પલટાય એમ નથી. દાંતમાં જડેલી સુવર્ણની રેખાઓ જેમ મરણ પર્યત કાયમ રહે છે, તેવી રીતે એને ચાર મારા અંતરમાંથી ભુંસાય તેમ નથી. જો કે એણે તો દુર્જનતા દાખવીને મને તેના મંદિરમાંથી બહિષ્કૃત કર્યો, છતાં ઘણું સ્નેહથી તેને મેં મારા હૃદયમાં ધારણ કરી રાખી છે. તેની ખાતર તો પરણેલી પ્રિયાને પણ મેં દૂર તજી દીધી છે. તેની પાછળ ધનધાન્યની ખરાબી કરીને અમીરીને બદલે ફકીરી પ્રાપ્ત કરી છે. એને હું કેમ છેડી શકું?” ધમ્મિલે પિતાને વેશ્યા ઉપરનો દઢ રાગ જણવ્યા.
જેનાથી તું આટલો ખરાબ થ, દુર્દશાને પ્રાપ્ત થયે, છતાં હજી તેની પછવાડે આટલો બધો દિવાનો થયો છે?”
પ્રભુ! જે વેશ્યા સાથે મને પ્રીતિ હતી તેને આમાં કાંઈ દોષ નથી. જેવી મારી પ્રીતિ તેની ઉપર છે તેવી જ તેની પ્રીતિ મારી ઉપર હતી, તે એવી કે આજ કંઈ વર્ષોથી ક્ષણમાત્ર પણ અમે એકબીજાથી જુદાં પડેલાં નહિ. રાતદિવસ અમે એક બીજાના સહવાસમાં–નેહમાં દેવતાની માફક સુખમાં કાળ નિર્ગમન કરતાં હતાં. જે એનો વિયોગ મને સાલે છે તેવી જ રીતે તે બિચારી પણ મારા વિશે ઝુરી ક્રુરીને ખચિત પ્રાણત્યાગ કરશે.” ધમ્પિલે પિતાની માશુકની સ્થિતિ વર્ણવી બતાવી.
ત્યારે તે વેશ્યાના મંદિરમાંથી વેશ્યાને આટલે બધે અનુરાગ છતાં તારે કેમ બહાર નીકળવું પડ્યું ?” મુનિએ તેની પાસેથી જ બોલાવવા માટે ધમ્મિલને પૂછયું.
પ્રભુ! ભગવદ્ ! તે વેશ્યાની મા–અક્કા-ડોશી છે. હું ધનવાન હતો અને ઘેરથી નિયમિત ધન આવતું હતું, ત્યાં લગી તા તેણીએ કાંઈ કર્યું નહિ, પરંતુ હું નિર્ધન થયે, ઘેરથી ધન આવતું બંધ થઈ ગયું કે તરત જ તેની–ડેશીની સ્વાર્થવૃત્તિ તરફડીઆ મારવા લાગી. મને દૂર કરવા માટે પોતાની પુત્રીને ઘણું ઘણું તેણે સમજાવ્યું–દમ ભરાવ્યું, પણ તેની પુત્રીએ તેણીનું કહેવું માન્યું નહિ, ત્યારે તેણીએ કપટ કરીને રાત્રિને સમયે મને મદિરા