________________
૧૧૮
ધગ્નિલ કુમાર પ્રકરણ ૧ મું.
દુઃખની બે વાત ” “સંપત ગઈ તે સાંપડે ગયાં વળે છે વહાણ;
ગયો વખત આવે નહિ, ગયા ન આવે પ્રાણ.”
દેવાનુપ્રિય! તેં મતનું સાહસ શામાટે આદર્યું હતું? એવી રીતે અકાળ મરણ કરીને તે પ્રાણ દુર્ગતિમાં જાય છે. કરેલાં દુષ્કર્મો આપઘાત કરવાથી કાંઈ ટળી શકતાં નથી. આ ભવમાં નહીં તે અવશ્ય આગામી ભવમાં તે ઉદય આવે છે; અને લક્ષમી એ તે સાહસિક પ્રાણુને તુચ્છ છે–પ્રયત્નસાધ્ય છે. દુઃખ આવે મરવાના ઉપાય જવા તે કાંઈ ઉત્તમ પુરૂષનું લક્ષણ ન કહેવાય. દુઃખ પણ માણસે ધીરજથી સહન કરવું જોઈએ. રથના ચક્રની ધારાની માફક સંસારમાં પ્રાણુને સુખ અને દુઃખ બન્ને આવે છે. તે દુઃખમાં કાયરતા દાખવવી એ શું વ્યાજબી છે?” અગડદત્ત મહામુનિ કે જેમણે જ્ઞાનથી ધમ્મિલના પરિણામ જાણેલા હતા તેમણે ધમ્મિલને પિતાને શરણે આવેલે જોઈને કહ્યું.
સ્વામી! હું શું કહું ? જગતમાં મારા જે દુ:ખી કેઈકજ હશે. જે દુઃખ ભેગવવાને હું તદ્દન અશક્ત-અસમર્થ છું. તે દુ:ખમાંઆવી આપત્તિમાં મારે શું કરવું? તે માટે હું મુંઝાઈ ગયેલ છું. સંસારના તાપથી તપ્ત થયેલા પુરૂષને શરણ યોગ્ય એવા આપશ્રીને શરણે હું આવું છું.” ધમ્મિલે દુઃખથી ઉભરાતા હૃદયે કહ્યું.
કુમાર ! એટલું બધું તારે શું દુ:ખ છે કે જેથી આટલી બધી તને મુંઝવણ થાય છે ? ધીરજથી-સહનશીલતાથી પરિષહો સહન કરવાથી આત્માને શાંતિ થાય છે. તારું દુ:ખ એવું તે કેવું છે? તે વિસ્તારથી કહે જોઈએ; પિતાનું દુઃખ બીજાને કહેવાથી દાખીને દુ:ખ ઓછું થાય છે–દુ:ખને ભાર શિર ઉપરથી હલકે થાય છે, માટે કહે, કે જેથી અમે પણ જાણીએ.” ગુરૂએ કહ્યું.
પ્રભુ! આપ તે ત્યાગી, વૈરાગી, મહા સમર્થ, ભગવંત સ્વરૂપ છે; પરતું દુનિયા તે બહારના સુખમાં મશગુલ છે. બીજાની