________________
બસ્મિલ ઘર બહાર.
૧૦૭
મૂર્ખા! બળદની માફક ઘેરે છે, જેને ! માથે ભયંકર કામ લટકેલું છે અને આને ઉંઘ આવે છે!” તે મનમાં બબડી; અને તેનું બાવડું ઝાલીને ખેંચે. “કેમ બહુ ઉંઘ આવે છે કે ? નફકરો !” ગાડીવાળે તરતજ જબકીને જાગ્યું. “કેમ કેટલી વાર છે?” અધી ઉંઘમાં તે બબડ્યો.
વાર શેની? હજી શું ઘેરે છે? આ દિવસ ચઢવા આવ્યો ! ઉઠ અને ચાલ મારી સાથે.” | ગાડીવાળે જાગ્યો અને અલ્પ સમયમાં તૈયાર થઈ ચંપાની સાથે ચાલ્યું. તેઓ બન્ને કંઈઓરડા ઓરડીઓ વટાવીને વસંતના દિવાનખાનામાં આવ્યાં. ત્યાં બન્ને જણા અવ્યવસ્થિત વસ્ત્રમાં એક બીજાને ગાઢ આલિંગનપૂર્વક સુતાં હતાં. ત્યાં ચંપાએ ગાડીવાળાને બહાર ઉભે રાખીને અંદર આવી ધમ્મિલને વસંતના આલિંગનમાંથી છુટો કર્યો. મહા મુશીબતે તેને પલંગ ઉપરથી નીચે ઉતાર્યો. અને વસંતતિલકાને બરાબર ઓઢાડીને સુવાડી. ધમ્મિલ પલંગથી નીચે હતો પણ મદિરાને કેફ તેના ઉપર સંપૂર્ણપણે જામેલે હતે તેથી એને કાંઈ ખબર પડી નહિ. તરતજ દાસીએ ગાડીવાળાને હાક મારી, તે અંદર આવ્યો, અને બન્ને જણે તેને–પસ્મિલને લઈને નીચે આવ્યા ને ગાડીમાં નાખે. ગાડી જોરથી ચલાવી. થોડા સમયમાં શહેરની બહાર ગાડી નીકળી ગઈ ગાડી વગડામાં આવી ત્યાં ચંપાએ ગાડીને ઉભી રખાવી અને બન્ને જણાએ મળીને ધમ્મિલને નીચે ઉતાર્યો. ગાઢ ઝાડીમાં-વગડામાં તેને મૂકી દઈને તેઓએ તરતજ ગાડીને પાછી શહેર તરફ ચલાવી. | સ્વાથી મનુષ્ય બીજાનું ગમે તે થાય પણ પિતાનો સ્વાર્થ સાધવાને પાછી પાની કરતા નથી. બસ્મિલનું આવા ભયંકર જંગલમાં શું થશે? તેની પરવા એ લોકોને ઓછી જ હતી. ધમ્મિલ નિધન થયો, એટલે એમને નકામે હતો. જંગલમાં એનું જે થવાનું હોય તે થાય, પણ તેમની તેને ઘરમાંથી કાઢવાની ઈચ્છા તો એ મુજબ પાર પડી હતી.