________________
૧૧૪
ધમિલ કુમાર. --- એક શેઠની પુત્રી પદ્માવતીને ઝરૂખા ઉપર ઉભેલી જોઈ. રૂપમાં રંભા સમાન એવું તેણીનું અનાદ્યાત વૈવનનું લાલિત્ય જોઈને રાજા વિહવળ થયે–આસક્ત થયા. રાજમહેલમાં જઈને તે શેઠ પાસે કન્યાનું માગું કરીને તેને પર. રાજા નવી રાણ પદ્માવતી સાથે એ તે આસક્ત થયે કે રાતદિવસ અંતઃપુરમાં જ તે તેણીની સાથે રહેવા લાગ્યા ને રાજસભામાં આવવું પણ બંધ કરી દીધું. પદ્માવતી સાથે વિષયસુખ ભેગવતાં કેટલેક કાળ વ્યતિકપે. એક દિવસ ભાગ્યગે તાત્ર શૂળના રોગ વડે પદ્માવતી મરણ પામી. મરણ પામેલી નિષ્ટ એવી પદ્માવતીને જોઈ રાજા ઘેલે થયે. રાણીના વિગે કરીને તે અંતરમાં વિરહના તાપથી અતિ દુ:ખ અનુભવવા લાગ્યો. મેહે તેને એટલો બધે મુંઝ કે પદ્માવતીના શબને અગ્નિસંસ્કાર પણ ન કરવા દે. મંત્રીએ તેને ઘણે સમજાવ્યો પણ મેહે મુંઝાયેલા પ્રાણીઓ હિત વચન સાંભળતા નથી. મંત્રીએ કહ્યું “મહારાજ ! રાણી તો મરી ગઈ, આ તે જીવ વગરનું તેનું ખાલી બેખું તમારી પાસે પડેલું છે.”
“તારાં માબાપ મરશે, તારા પુત્ર અને સ્ત્રી મરશે, મારા રાણી તે જીવે છે. તે સમય આવે બેલશે.” રાજાએ મેહમુગ્ધ થઈને કહ્યું.
સત્ય છે, મહારાજ ! એ રાણ આપનાથી રીસાઈ છે, માટે આપની ઈચ્છા હોય તેવું મનાવું–બોલાવું ?”
પ્રધાનનાં વચન સાંભળી રાજા ખુશી થયે. “ઘણું ખુશીથી.”
તે આપ અહીંથી દૂર થાઓ ! રાણે સ્વયં બોલાવે એટલે આવજે, ત્યાં લગી આપ એકાંતમાં રહેજે.”
પ્રધાનનાં વચન સાંભળીને રાજા “બહુ સારું.” એમ કહીને અંદર ચાલ્યા ગયા. - તે પછી પ્રધાને એ રાણીના મૃતકને એ રીતે રાજાને છેતરીને અગ્નિસંસ્કાર કરાવ્યું અને રાજાને કહ્યું. “મહારાજ ! એ તે તમારાથી રીસાઈને સ્વર્ગમાં જતી રહી.” - તેથી રાજા અતિ દુઃખ થયું અને નિયમ લીધો કે “ જ્યાં સુધી રાણીને ન જેઉં ત્યાં સુધી ભોજન ન લઉં.”