________________
ધમ દેશના.
૧૧૫
એમ કરતાં દશ દિવસ વહી ગયા. પણ પદ્માવતીનાં દર્શન થયાં નહિ. મંત્રીએ જાણ્યું કે મેહમુગ્ધ રાજા આમને આમ મરી જશે, માટે કાંઈ બુદ્ધિગમ્ય ઉપાય તા કરવા જોઇએ. ’ પછી તેણે એક યુક્તિ કરી.
રાજા પાસે એક વિપ્ર વધામણી લઇને આવ્યા–“ મહારાજ ! પદ્માવતી સ્વમાં છે, તે અનેક પ્રકારનાં સુખ ભાગવે છે ને ત્યાંથી થાડા દિવસમાં તે આપની પાસે આવશે. આપ ચિતા કરશે નહિ; પણ આપ તેનાપર કાગળ લખી આપેા.” વિપ્રનાં આવાં દુર્લભ વચન સાંભળીને રાજા હીત થયા. પ્રધાનને કહી તેની આગતાસ્વાગતા કરાવી, ભાવતાં ભાજન જમાડી, દાન દક્ષિણા દઈને કાગળ લખી આપી વિપ્રને વિદાય કર્યા. એવી રીતે યુક્તિપૂર્વક સમજાવીને મત્રીએ રાજાને ભાજન કરાવ્યું.
વળી કેટલેક દિવસે તે વિપ્ર મંત્રીના પ્રેી ફ્રીને રાજા પાસે આવ્યા, અનેક પ્રકારનાં નારંગી, દાઢમ, દ્રાક્ષ વગેરે ઉત્તમ સ્વાદવાળાં ફળ રાજાની આગળ ભેટ ધર્યાં; અને કહ્યું “ મહારાજ ! રાણીએ આપને આ મધુર સ્વાદવાળાં ફળ ભેટ માકલ્યાં છે, ઘણા ઘણા પ્રેમપૂર્વક આયને લાવ્યા છે. આપના સમાચારૢ પૂછ્યા છે. ” વિપ્રનાં વચન સાંભળીને રાજા અધિક ખુશી થયા. અને તેને અલંકાર વગેરે આપીને તેના અધિક સત્કાર કરી વિદાય કર્યા. નગરમાં આ વાત પ્રસરી ગઇ, જેથી એક ધૃત્ત પુરૂષે રાજાની મૂર્ખતાના લાભ લેવા વિચાર કર્યાં. એક અનાવટી કાગળ લઇને રાજસભામાં આવી તે ત્તે કાગળ રાજાના હાથમાં મૂકયા. રાજાએ ખાલીને જોયા-ખુશી થયા “ આહા ! કાગળ તે રાણીએ લખેલે છે. પ્રધાનજી ! વાંચા જોઇએ ! એમાં શું લખ્યું છે ? ” મંત્રી ધૃત્ત માણસની કુટિલતા ઉપર ચીડાતા રાજાના કાગળ વાંચવા લાગ્યા. શ્રી. શ્રી. શ્રી.
',
પ્રાણપ્રિય પ્રાણનાથ !
સવિનય જણાવવાનું જે આપની દાસી હું નિરંતર આપનું કર્યો કરૂં છું. મારા દિવસે આપના વિરહે યુગસમા જાય છે. આપની પાસે આવવાને ઘણું દિલ થાય છે, કિંતુ સાહેલીએ મને
સ્મરણ