________________
અરે ! આ શું થયું? -
૧૧૧ આશ્રય લેવાને પાંડુમથુરા તરફ ચાલ્યા, છતાં એ વક દૈવ તેમને છોડે તેમ નહોતો. શ્રીકૃષ્ણને તૃષા લાગવાથી બળભદ્ર પાણી લેવા ગયા, પાણીને મિષે વિધિએ બન્નેને હંમેશને માટે જુદા કર્યા. વૃક્ષની નીચે સુતેલા શ્રીકૃષ્ણના પ્રાણ જરાકુમારના બાણથી જુદા થયા. એવી રીતે સમર્થ પુરૂષો પણ વિધિની આગળ હાત થયા છે–લાચાર થયા છે.
અત્યારે ધામ્મલને જગત શૂન્ય જણાવા લાગ્યું. “હા ! આ કુશાગ્રનગર કેવું ધનસંપન્ન છે? ક્યાં એ નગરીના ધનાઢ્યો ? કયાં હું કંગાળ ? અરે ! હવે મારું શું થશે ? હા ! શું થઈ ગયું ને શું વીતી રહ્યું છે ? એ માતાપિતાને છેલ્લો મેળાપ પણ મને થયો નહિ. માતા કયાં ગઈ? પિતા ક્યાં ગયા? યશોમતિ પિયર ગઈ! હાય! મારી આ દશા થઈ! ધન વગર તે મનુષ્યની જીંદગી છે ! જગતમાં નિર્ધન માણસ અને મુવેલે માણસ એ બન્ને સરખા છે. હવે મારે શું કરવું?” એવા એવા વિચાર કરતો, ક્ષણમાં રેત, ક્ષણમાં ડચકાં ભરતે, જંગલમાં આમતેમ નજર કરતા હતા, પણ અત્યારે દિલમાં એને આરામ નહોતો, શાંતિનું સ્થાન નહોતું. “હાય! હવે કયાં જવું ? નિધન માણસ તો જગતમાં જીવતાં મુવા જેવો છે ! હવે દ્રવ્ય વગર મારે પણ જીવીને શું કરવું ? બસ, હું પણ આપઘાત કરીને આ દુ:ખમાંથી છુટો થાઉં.” એમ ચિંતવતો તે જીર્ણ ઉદ્યાનમાં આવ્યો. ત્યાં કઈ વનપાલક પિતાની તલવાર પડખામાં રાખીને ભરઉંઘમાં સૂતેલો હતો, તેની તલવાર લઈને ધમ્મિલે પિતાના ગળા ઉપર જેસથી ચલાવી પણ તે વનના અધિષ્ઠાયિક વ્યંતર દેવતાએ તલવારને ઘા વ્યર્થ કરી તલવાર પ્રચ્છન્નપણે હરણ કરી લીધી. પછી એકાંતમાં જઈને ચેહ ખડકી તેમાં અગ્નિ પ્રદિપ્ત કરીને બળી મરવાને નિમિત્તે તેમાં પડ્યો. તે અધિષ્ઠાયિકને બળે તેશિતળ થઈ ગઈ. જેથી ધમ્પિ લને અત્યંત ખેદ થયો. “અરે ! મારા મરવાના પ્રયત્નો પણ આમજ વ્યર્થ જાય છે, હવે મારે શું કરવું ? ધન વગર હું જીવીને પણ શું કરું? નિર્ધન માણસ શું જગતમાં જીવવાને લાયક છે? છતાં મેતના દરેક પ્રયત્ન મારાં વ્યર્થ જાય છે. હા ! હતાશ ! લાચાર ! લાવ ફરીને એકવાર પ્રયત્ન અજમાવું !” તેણે કાલકૂટ