________________
બિસ્મિલને બહાર કાઢી મૂકે.
૧૦૭ કાઢી મૂકવા માટે શામ, દામ, દંડ અને ભેદથી સમજાવી, પરન્તુ તેનું પરિણામ શું આવ્યું તે આપણે જોઈ ગયા છીએ. દમ ભરાવા જતાં કદાચ દીકરીને ખેઈ બેસવાનો વખત આવે એમ ધારી તે વખતે તે મન થઈ ગઈ. પિતાનું ધાર્યું પાર પડે એમ અકકા ડેશીને લાગ્યું નહિ. આથી તેણીએ કઈ ભેદ નીતિને ઉપગ કરીને કાર્ય સિદ્ધ કરવાનો વિચાર કર્યો. “આહા ! જોયું આજ કાલની છોકરીઓ! કેવી માબાપની ઉપરવટ થઈને ઘર કરી લે છે. દીકરીના હિતની વાત કરી તોપણ એને ગળે ન ઉતરી. આપણે વેશ્યાને ધંધો કેવી રીતે ખીલી શકે તે પણ તે ન સમજી. ભમર જેમ જુદા જુદા પુષ્પ ઉપર બેસીને તેની પરાગને રસ ચૂસે છે તેમ આપણે વેશ્યા જાતિએ નવનવા અમીર ઉમરાવ અને શ્રીમતને હાથમાં રમાડીને લક્ષ્મી એકત્ર કરવી જોઈએ. આપણે વેશ્યા જાતિને વળી એક પતિ કેવો ? પણ છોકરીને મારી વાત રૂચી નહિ, અને પેલા કંગાળમાં લુબ્ધ થઈ ગઈ. માટે કોઈપણ ઉપાયે તે બન્નેને જુદાં તે પાડવાં જ જોઈએ. બળથી ન થાય તો કળથી કામ કરવું. એવું કઈ કાર્ય નથી કે જે બુદ્ધિથી સાધ્ય ન થાય; પણ બુદ્ધિને ઉપગ કરતાં આવડવું જોઈએ, એ છોડી એના મનમાં શું સમજતી હશે? ઠીક છે, સમય આવતાં તેનો પણ ઘાટ ઘડી નાંખીશ.” અકકા વસંતસેના મનમાં ને મનમાં એમ ફફડતી હતી. દીકરીની આવી ઉદ્ધત વર્તણક તરફ તેને તિરસ્કાર આવ્યો હતો. જેથી તે વખતે તે ડોશી મૌન રહી ગઈ, ગમ ખાઈ ગઈ ને અનુકૂળ સમયની રાહ જોવા લાગી.
લગભગ એક માસ જેટલો સમય વચમાં પસાર થઈ ગયે, નવી વાત જુની થઈ ગઈ. ડેશીની કાંઈપણ હીલચાલ નહિ જેવાથી વસંત પણ મનમાં ખુશી થઈ. સમજી કે પીડા પતી. થોડા માંજ ડેશી સમજી ગઈ. હવે હમેશનું સુખ થઈ ગયું. ભવિષ્યની આપત્તિ હતી તે હવે ટળી ગઈ, તેથી તે પણ રાજી થઈ અને નિશ્ચિતપણે દિવ્ય ભેગે ભેળવવામાં પિતાને સમય વ્યતિત કરવા લાગી.
એક શુભ દિવસે અકકા-ડોશીએ પોતાના ઈષ્ટદેવની માનતા