________________
વસંતસેના.
૧૧
સેંપેલું છે. મા ! મા ! મહેરબાની કરીને તું કડવા શબ્દો બોલી મારા અંતરાત્માને ન દુભવ ! એમાંનું હવે મારાથી કાંઈ બનવાનું નથી. આ ભવે કે આવતે ભવે મારે તે એ એક ધન્મિલજ સ્વામી છે. માટે તારું કહેવું હું કેમ કબૂલ કરું?”
છોકરી! તું તે સદંતર ગાંડી થઈ ગઈ છું. આવાં આવાં ગાંડા ઘેલાં શું કાઢે છે? આપણે વેશ્યાને વળી એકને વળગી રહેવું શું ? આપણે જે સાચી પ્રીતિ કરીએ તો આપણને ભૂખે મરવાને સમય આવે, સમજી! તું હજી નાદાન છે–બાળક છે, તેથી સમજતી નથી, પણ હું કહું છું તેના ઉપર પૂરતો ખ્યાલ કર, વિચાર કર.”
“તે વિચાર કરેજ છે, તારું કહેવું મારાથી આ ભવે તે કદાપિ માની શકાશે નહિ. ગમે તે પણ તારે દીધેલ એ મારે પતિ છે-હું એની પત્ની છું.”
વેશ્યા શું કેઈની પત્ની થઈ શકે છે? એ તે દ્રવ્યનીજ સગી બને છે. જ્યાં સુધી તેની પાસે જર હોય ત્યાં લગી તે ખાધા કરે છે. જરનું જોર તુટયું તે તરત જ તે ચતુરા એકને છોડીને બીજે કરે છે. તારી માફક શું એકજ કુવામાં બધી ડુબી મરે છે?”
ભલે તારે કહેવું હોય તે કહે. મારે મન તે તે સાચો છે. મારું ચિત્ત હાડેહાડ તેને આધિન-પરવશ થઈ ગયું છે. એને છોડવા જતાં પહેલાં હું જ તેની પાછળ ઝુરી ઝૂરીને મરી જઈશ. એ નકકી માનજે.”
એ બધી તારી વાહિયાતની વાતો જવા દે. કહું તે પ્રમાણે તારે કરવું જ પડશે. મૂર્ખ છોકરી ! એવી છેટી તારી જકક કામ લાગશે નહિ. હજી પણ કહું છું કે સમજ, ને એ કંગાળને છેડી દે.” ડોશીએ સમજાવવાથી કામન થવાને લીધે દમ ભરાવવા માંડ્યો.
માડી! કોઈપણ રીતે હું એને છોડીશ નહિ. હું તને વારવાર શું કહું? મેં એનો હાથ પકડ્યો છે, એણે મારો હાથ પકડ્યો છે. અમે બન્ને જીદગીમાં એક બીજાના સુખ દુઃખના સાથી થઈને રહેશું, પણ એકબીજાને છોડીને છૂટાં વહિ થશું તે નહિજ થશું!”
શું ત્યારે તું તારૂંજ ધાર્યું કરશે? અને આટલે વર્ષે અનુ